Gandhinagar : અમિત શાહે ગાંધીનગર સસંદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું કર્યું ખાત મુહૂર્ત અને લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગઈકાલ 14  જાન્યુઆરીના રોજ, અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવીને ઉતરાયણનો તહેવાર મનાવ્યો હતો. 

Gandhinagar : અમિત શાહે ગાંધીનગર સસંદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું કર્યું ખાત મુહૂર્ત અને લોકાર્પણ
Amit Shah In Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 1:32 PM

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓએ ગાંધીનગર ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું. અમિત શાહની સાથે રાજ્ય આરોગ્યનો પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર  રહ્યા હતા.

ગુજરાતમાં અમિત શાહે મનાવી ઉતરાયણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  14  જાન્યુઆરીના  રોજ  અમદાવાદના વેજલપુરમાં ઉતરાયણનો તહેવાર મનાવ્યો હતો.   સાથે સાથે તેમણે ધાબા પર બેસીને ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો.  અમિત શાહે  પતંગ ચગાવ્યો ત્યારે આસપાસના લોકોએ ભારત માતા  કી જય અને જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા.  વેજલપુરમાં પતંગ ચગાવતા પહેલા  સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી  મંદિરના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ પણ વાંચો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી કલોલમાં પતંગના પેચ લડાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચગાવ્યા પતંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. અમદાવાદમાં પોળ વિસ્તારની  ઉત્તરાયણ ઘણી જાણીતી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા બાદ ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી તેમજ તેમણે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પતંગ ચગવતાં એકબીજાના પેચ કાપવાની પરંપરા છે, પરંતુ આ પેચ કાપવામાં કોઈના જીવનનો પેચ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">