GANDHINAGAR : રાજયમાં વેક્સિનનો અભાવ, વેક્સિન કંપનીઓ સાથે વાતચીત કરાશે, DyCM નીતિન પટેલનું નિવેદન

|

Jun 30, 2021 | 5:59 PM

GANDHINAGAR : DYCM નીતિન પટેલે સ્વીકાર્યું રાજ્યમાં વેક્સિનનો અભાવ છે. નીતિન પટેલે વૅક્સિનેશન સેન્ટર પરથી વૅક્સિન વિના પાછા જવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે.

GANDHINAGAR : રાજયમાં વેક્સિનનો અભાવ, વેક્સિન કંપનીઓ સાથે વાતચીત કરાશે, DyCM નીતિન પટેલનું નિવેદન
DyCmનું રસી બાબતે નિવેદન

Follow us on

GANDHINAGAR : DYCM નીતિન પટેલે સ્વીકાર્યું રાજ્યમાં વેક્સિનનો અભાવ છે. નીતિન પટેલે વૅક્સિનેશન સેન્ટર પરથી વૅક્સિન વિના પાછા જવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી 3 કરોડથી વધુ વૅક્સિનનો ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આ મુદ્દે વૅક્સિનેશન કંપનીઓ સાથે પણ આગામી દિવસોમાં વાત કરવામાં આવશે તેમ પણ પટેલે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે વેપારીઓને ઝડપથી વૅક્સીન લઈલે એ માટે 30 જૂન સુધી ફરજીયાત વૅક્સિનનો નિર્ણય લેવાયો હતો. જોકે આજે અંતિમ દિવસ છે. આ અંગે આજે કોર કમિટીમાં નિર્ણય લેવાશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નોંધનીય છેકે છેલ્લા કેટલાય દિવસોથી રાજયમાં કોરોના વેક્સિનની રસીને લઇને રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ થતી હતી. પરંતુ, અનેક લોકોને રસી લીધા વગર પાછા ફરવું પડયું હતું.

સુપર સ્પ્રેડર વેપારીઓમાં ફરજિયાત વેક્સિનમાં એક મહિનાની રાહતની માગ

તો રાજય સરકારે ત્રીજી લહેરની શકયતાને પગલે સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા કહ્યું હતું. તેવામાં કોઈ વેપારીએ વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે. આની સામે વેક્સિનનો જથ્થો ન હોવાથી હજુ તમામ વેપારીઓને વેક્સિન મળી નથી. તેથી તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરી છે કે તેમને આ ફરજિયાત વેક્સિનેશનમાં 1 મહિના સુધી રાહત મળે.

1000થી વધુ રસી સેન્ટર પર બે દિવસથી જથ્થો ખૂટ્યો
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. જેને લઈને હવે રાજય સરકારે પણ ઘણા પ્રતિબંધોમાંથી રાહત આપી છે. સાથે ત્રીજી લહેર સામે સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે.  જેમાં તમામ લોકોને સ્પોર્ટ રજિસ્ટ્રેશન પર કોરોના રસી આપવામાં આવી રહી છે. આ માટે રાજ્યભરમાં 1000થી વધુ રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. પરંતુ, 2 દિવસથી મોટાભાગના કેન્દ્રો પર વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેથી ઘણા બધા લોકોને વેક્સિન મળી નથી. આ દરમિયાન ઘણા લોકો એક સેન્ટરથી બીજા સેન્ટર ધક્કા ખાતા જોવા મળ્યા હતા.

Published On - 5:48 pm, Wed, 30 June 21

Next Article