Gandhinagar : 14મી વિધાનસભાના અંતિમ સત્રની શરૂઆત, વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

|

Sep 21, 2022 | 12:27 PM

વિધાનસભા સત્રની શરૂઆત પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે બેનર ધારણ કરીને દેખાવ કર્યા હતા. તો સત્ર શરૂ થયા બાદ વેલમાં ધસી જઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Gandhinagar : 14મી વિધાનસભાના અંતિમ સત્રની  શરૂઆત, વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભા ચૂંટણી

Follow us on

ગાંધીનગર  (Gandhinagar) ખાતે  વિધાનસભાનું  Gujarat Assembly Session )ચૂંટણી પહેલાનું અંતિમ સત્ર પ્રારંભ થયું છે.  વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તો કોંગ્રેસે   (Congress) વેલમાં ધસી આવીને નારા લગાવીને વિરોધ કર્યો હતો. આ ધારાસભ્યોને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ચોમાસુ સત્ર શરૂ થતા અગાઉ  કોંગ્રેસે પહેલા વિધાનસભા બહાર દેખાવો કર્યા હતા . આજથી ગુજરાતની 14મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર (Monsoon Session) શરૂ થયું છે. વિધાનસભા ચૂંટણી પહેલા (Gujarat Assembly election)  યોજાનાર આ સત્ર બે દિવસ સુધી ચાલશે. જેમાં કુલ સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે. પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે.

વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ થનારા વિધેયકોની વાત કરીએ તો ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના (Governor) સંદેશા સાથે પરત કરવાની  વિધાનસભા અધ્યક્ષ (Gujarat Assembly speaker)  જાહેરાત કરશે. ત્યાર બાદ ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે. આ ઉપરાંત ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક ગૃહમાં રજૂ થશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોંગ્રેસના ધારાસભ્યોનું વિરોધ પ્રદર્શન

વિધાનસભા સત્રની શરૂઆત પૂર્વે જ કોંગ્રેસના દેખાવો જોવા મળ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે બેનર ધારણ કરીને સરકાર સામે દેખાવ કર્યા હતા. તો સત્ર  શરૂ થયા બાદ વેલમાં ધસી જઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Published On - 12:26 pm, Wed, 21 September 22

Next Article