Gandhinagar: ધોલેરા એશિયાના મોટા સેમિકંડક્ટર ઈનોવેશન હબ તરીકે ઉભરી આવશે: કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

 કેન્દ્રીય મંત્રીએ  તાજેતરમાં ગુજરાતમાં રાજકોટ ખાતેની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “ધોલેરા એશિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇનોવેશન હબ તરીકે ઉભરી આવશે.

Gandhinagar: ધોલેરા એશિયાના મોટા સેમિકંડક્ટર ઈનોવેશન હબ તરીકે ઉભરી આવશે: કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર
Semicon india strat in Gandhinagar
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 17, 2022 | 6:45 PM

કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર  (Rajeev Chandrasekhar) ગાંધીનગર  (Gandhinagar) ખાતે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યૂચર ડિઝાઇન રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો.  ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, (IT) કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો.

ભારત સરકારે ડિસેમ્બર 2021માં વ્યૂહાત્મક ગણાતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે રૂ. 76,000 કરોડના પ્રોત્સાહક ખર્ચ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત સરકારે તેની સેમિકન્ડક્ટર નીતિ 2022-27ની જાહેરાત કરીને અને ધોલેરામાં સેમિકોન સિટી સ્થાપવાની ગતિવિધી હાથ ધરીને તેનું અનુસરણ કર્યું છે. તાજેતરમાં વેદાંતા અને ફોક્સકોન દ્વારા ગુજરાતમાં ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેબ એકમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં ગુજરાતમાં રાજકોટ ખાતેની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “ધોલેરા એશિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇનોવેશન હબ તરીકે ઉભરી આવશે.” સેમિકન્ડક્ટરની ડિઝાઈન બાબતે સેમિકોન ઈન્ડિયા ફ્યૂચર ડિઝાઈન આગામી પેઢીના સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપશે અને રાજ્યમાં મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં 2014થી અત્યાર સુધીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. આ ક્ષેત્ર આશરે રૂ. 1,10,000 કરોડ (2014માં)નું હતું, જે વધીને આ વર્ષે લગભગ રૂ. 6,00,000 કરોડ સુધી પહોંચી ગયું છે. વર્ષ 2014માં, માત્ર બે મોબાઈલ ઉત્પાદન એકમો હતા, જે નોંધપાત્ર પ્રમાણમાં વધીને હવે 200થી વધુનો આંકડો ઓળંગી ગયા છે. 2015-16માં ભારતમાંથી મોબાઈલની નિકાસની સંખ્યા શૂન્યની નજીક હતી. PMP અને PLI યોજનાઓ દ્વારા તેને પ્રવેગ મળવાથી, 2019-20માં રૂ.27,000 કરોડ સુધીની નિકાસ કરવામાં આવી છે અને PLI યોજના અમલમાં મૂકવામાં આવી તેના પ્રથમ વર્ષમાં જ, 66% વધીને રૂ.45,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

નરેન્દ્ર મોદી સરકાર હવે ઈલેક્ટ્રોનિક્સ વિનિર્માણ ક્ષેત્રને વધુ વ્યાપક અને ઘેરું બનાવવા માંગે છે. સેમિકન્ડક્ટર્સ, ટેકનોલોજીના બિલ્ડિંગ બ્લૉક્સ હોવાના કારણે, ભારતની વિસ્તરણ પામી રહેલી ડિજિટલ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે, જે વર્ષ 2025-26 સુધીમાં $1 ટ્રિલિયનનો આંકડો ઓળંગી જશે તેવી અપેક્ષા છે.

મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઈન અને ઈનોવેશન ક્ષેત્રમાં વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે. ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અનેક અવસરોની ભૂમિ છે અને અમે ભારતના ટેકેડ માટે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ”. આ કોન્ફરન્સના ભાગરૂપે એસએસી-ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ Navć રીસીવર માટેની ચિપનું ઇસરો વતી અનાવરણ કર્યું હતું. આ ચિપને એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">