Gandhinagar: ડ્રોન પ્રમોશન પોલિસીથી યુવાનો માટે રોજગાર નિર્માણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન પ્રમોશન પોલિસીની કરી જાહેરાત

|

Aug 10, 2022 | 6:11 PM

સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) દિશાદર્શનમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઇઝ ઓફ લીવીંગનો અભિગમ અપનાવતા સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

Gandhinagar: ડ્રોન પ્રમોશન પોલિસીથી યુવાનો માટે રોજગાર નિર્માણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન પ્રમોશન પોલિસીની કરી જાહેરાત
Chief Minister Bhupendra Patel announced the drone promotion policy

Follow us on

ગુજરાતમાં પોલીસ  (Gujarat Police) દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો (Drone) વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ત્રિનેત્ર ડ્રોન પણ લોંચ કરેલા છે. ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આ પોલિસીનું લોન્ચિંગ કર્યું હતું આ અવસરે મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) દિશાદર્શનમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઇઝ ઓફ લીવીંગનો અભિગમ અપનાવતા સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનની તક માટે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી જાહેર કરી છે.

ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસીના મુખ્ય હેતુઓ-ઉદેશ્યો

  • પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે
  • ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ
  • રાજ્ય સરકારના વિભાગો કોમર્શીયલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કેટેલીસ્ટની ભૂમિકામાં
  • ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરાશે
  • રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
  • ડ્રોન ઉત્પાદકો-વપરાશ કર્તાઓ-પાયલટ સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી UIN મેળવવો પડશે
  • DGCA દ્વારા ડ્રોન એર સ્પેસ મેપમાં જાહેર કરાયેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે
  • ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન અપાશે
  • ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન
  • ડ્રોન ટ્રાફિક નિયમન-અકસ્માતોની ઘટના-ઉલ્લંઘન-ગૂનાહિત પ્રવૃત્તિ માટે ડ્રોનના ઉપયોગના કેસોની તપાસ ગુજરાત પોલીસ કરશે
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગો ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે
  • પોલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૮ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના

જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે

  1. ગૃહ વિભાગ-ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ માટે
  2. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ-જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion
  3. ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ-ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ
  4. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ-તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા
  5. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ- પાયલટ અને યુઝરની તાલીમ.
  6. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ -તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી
  7. ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-બચાવ અને રાહતકાર્ય
  8. શહેરી વિકાસ વિભાગ-શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ
  9. સિંચાઈ વિભાગ-જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ
  10. વન વિભાગ- સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા
  11. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- ઉત્સર્જનની દેખરેખ
  12. મહેસૂલ વિભાગ-GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ
  13. માર્ગ અને મકાન વિભાગ-રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે

Published On - 6:08 pm, Wed, 10 August 22

Next Article