Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, લમ્પી સંક્રમણ સહિત આ મુદ્દા પર થશે ચર્ચા

|

Aug 03, 2022 | 8:49 AM

લમ્પી વાયરસ (Lumpy virus) ઉપરાંત 15મી ઓગસ્ટની ઉજવણી, પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ અંગે પણ બેઠકમાં (Gujarat Cabinet meeting) ચર્ચા કરવામાં થશે.

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, લમ્પી સંક્રમણ સહિત આ મુદ્દા પર થશે ચર્ચા
29 ઓકટોબરના રોજ મળશે કેબિનેટની બેઠક
Image Credit source: TV9 GFX

Follow us on

ગાંધીનગરમાં (gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra patel)  અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સવારે 10 કલાકે યોજાશે રાજ્ય સરકારની બેઠક યોજાશે. જેમાં પશુમાં પ્રસરતા લમ્પી વાયરસ (Lumpy virus) મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત 15મી ઓગસ્ટની ઉજવણી, પ્રધાનમંત્રી મોદીના (PM Modi) પ્રવાસ અને મંકીપોક્સના વધતા સંક્રમણ અંગે પણ બેઠકમાં (Gujarat Cabinet meeting) ચર્ચા કરવામાં આવશે.

20 જિલ્લામાં લમ્પી વાયરસનો પગપેસારો

લમ્પી વાયરસના વધતા કેસે સરકારની (Gujarat govt)  પણ ચિંતા વધારી છે અને રાજ્ય સરકાર રોગચાળાને નાથવા એક્શનમાં આવી છે.લમ્પી વાયરસને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.જેમાં લમ્પી સંક્રમણ પર ઝડપી નિયતંત્ર અને વેક્સિનેશનની (vaccination) કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.મહત્વનું છે કે સરકારે લમ્પી સંક્રમણ પર ઝડપી નિયંત્રણ અને સારવારના સૂચનો માટે કામધેનું યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અદ્યક્ષસ્થાને પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.આ કમિટીના માર્ગદર્શનના આધારે જ રાજ્ય સરકાર પશુઓની સલામતી માટે કાર્ય કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પશુપાલન વિભાગના આંકડા પ્રમાણે 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે.તો લમ્પીના કારણે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.કચ્છ જિલ્લામાં 38 હજાર 141 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 1190 પશુઓ મોતને ભેટ્યા છે.લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.તો રસીકરણ બાદ 41 હજારથી વધુ પશુઓ સાજા થયા છે.જ્યારે 14,973 પશુઓ હજુ પણ સંક્રમિત છે.

Published On - 8:48 am, Wed, 3 August 22

Next Article