તહેવારમાં સસ્તા ભાવે આપવામાં આવશે સિંગતેલ, 1 લાખ કાર્ડ ધારકોને થશે ફાયદો

|

Aug 03, 2022 | 8:27 PM

NFSA (National Food Security Act ) કાર્ડધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં 200 રૂપિયે લિટર મળતું સિંગતેલ સરકાર માત્ર રૂ.100માં જ આપશે.

આજે રાજ્ય સરકારની કેબિનેટની (Cabinet Meeting) બેઠક મળી હતી, જેમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા સિંગતેલના (Groundnut oil price) ભાવ ઘટાડાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા કરવામાં આવ્યો હતો.  ઉપરાંત મંત્રીમંડળ દ્વારા હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો મોટો નિર્ણય લીધો છે. જેમાં 71 લાખથી વધુ NSFL કાર્ડધારકોને લાભ મળશે અને 27 કરોડનો બોજો સરકારની તિજોરી પર આવશે. પ્રવક્તા જીતુ વાઘાણીએ  લમ્પી વાયરસ (Lumpy virous) અંગે જણાવ્યું હતું કે રાજ્યના અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરી છે.

જરૂરિયાતમંદોની સાતમ-આઠમ અને દિવાળી સુધરશે

NFSA (National Food Security Act) કાર્ડધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં 200 રૂપિયે લિટર મળતું સિંગતેલ સરકાર માત્ર રૂ.100માં જ આપશે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે 197 રૂપિયાની પ્રતિ લિટર પડતર કિંમત હોય છે અને સરકારે પ્રતિ લિટરે 97 રૂપિયાની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં 71 લાખથી વધુ NSFL કાર્ડધારકોને લાભ મળશે અને 27 કરોડનો બોજો સરકારની તિજોરી પર આવશે.

NFSA કાર્ડ ધારકોને એક લિટર સિંગતેલ આપવામાં આવશે

નોંધનીય છે કે હાલમાં દૂધ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી વ્યાપી છે, ત્યારે આ ભાવઘટાડાને પગલે જનતાને રાહત રહેશે. તહેવારોના સમયમાં ફરસાણ અને મીઠાઈઓ તેમજ નાસ્તા મોટા પ્રમાણમાં બનતા હોય છે, ત્યારે મધ્યમ વર્ગ તેમજ કાર્ડ઼ ધારકોને આ નિર્ણયને પગલે થોડી રહાત રહેશે. 100 રૂપિયે લિટલ સિંગતેલ મળશે તો ગૃહિણીઓને ઘરમાં જ નાસ્તા બનાવવામાં આર્થિક રાહત રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સીંગતેલનું વિતરણ આગામી જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ

રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું  વિતરણ આગામી જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો એટલે કે 70 લાખથી વધુ કાર્ડ ધારકોના 3.5 કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુ દેસાઈના વડપણ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ.197 પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ.97 પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. 100 પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 70 લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા 3.5 કરોડ જેટલી થાય છે, તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કાર્ડ દીઠ 1લિટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે ગત વર્ષ 2021-22 દરમ્યાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમ્યાન 1 લીટર રીફાઈન્ડ કપાસિયા તેલનું રૂ.70 પ્રતિ લિટરની સબસિડી ભોગવીને રૂ.93/- પ્રતિ લીટરના રાહતદરે વિતરણ કરવામાં આવ્યુ હતું.

Published On - 8:20 pm, Wed, 3 August 22

Next Article