સરકારનું ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’, 1 મનપા અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજ માટે રૂ. 443.45 કરોડ કર્યા મંજુર

|

Jul 17, 2022 | 11:44 AM

રેલવે ઓવરબ્રિજ માટે અંજારમાં (Anjar) રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગરમાં (Vallabh Vidyanagar) રૂ. 42.41 કરોડ, હળવદમાં (Hadvad) રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડના કામોની મંજૂરી આપી છે.

સરકારનું ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’, 1 મનપા અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજ માટે રૂ. 443.45 કરોડ કર્યા મંજુર
ગુજરાત સરકારે ફાચક મુક્ત ગુજરાત અભિયાન માટે કરોડો રુપિયાના કામોને આપી મંજુરી

Follow us on

ગુજરાતના (Gujarat) શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની (Traffic jam) સમસ્યા હલ કરવા રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રિજ-રેલવે અંડરબ્રીજના (Railway Over bridge) નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આ હેતુસર ‘‘ફાટકમુકત ગુજરાત અભિયાન’’ને વેગ આપતાં રાજ્યની વધુ 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. 443.45 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રેલવે ઓવરબ્રિજ બનાવવાના કામોને મંજુરી

મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકામાં જોષીપુરામાં 1 રેલવે ઓવરબ્રિજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે 1 રેલવે અંડરબ્રિજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. CM ભૂપેન્દ્ર પટેલે જે નગરપાલિકાઓમાં આવા રેલવે ઓવરબ્રિજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે, તેમાં અંજાર રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. 42.41 કરોડ, હળવદ રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડના કામોની મંજૂરી આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાવરકુંડલામાં ફોર લેન રેલવે ઓવરબ્રિજ થશે

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલવે ઓવરબ્રિજ તેમજ અન્ય 8 નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ હાથ ધરાશે. સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 42 જેટલા રેલવે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. 1376.47 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. 21 કામો રેલવે સાથે 50 ટકાથી 75 ટકા શેરીંગ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા છે. એટલું જ નહિ, રાજ્યમાં રૂ.473.61 કરોડના 19 જેટલા આવા કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે. તેમજ રૂ. 526.33 કરોડના 12 કામોના ડી.પી.આર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ સાથે વધુ 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી આવનારા દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન સુખાકારીમાં વૃદ્ધિનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે. નગરો-શહેરોમાં વસતા નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળે એટલું જ નહિ, સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેવા જનહિત ભાવ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’માં આવા રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફલાયઓવર જેવા કામોનું શહેરી વિકાસ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની લી. GUDC અમલીકરણ કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આવા રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજની તમામ અમલી કામગીરીઓ ‘સિંગલ એન્ટીટી’ અમલીકરણ સંસ્થા તરીકે GUDCને સોંપવાની પણ અનુમતિ આપી છે.

Published On - 11:18 am, Sun, 17 July 22

Next Article