AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીનો વિદાય સમાંરભ યોજાયો

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

GANDHINAGAR : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીનો વિદાય સમાંરભ યોજાયો
Farewell Ceremony of Chief Justice of Gujarat High Court Vikram Nath and Justice Belabahen Trivedi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 5:00 PM
Share

GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે ગાંધીનગરમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થતા તેમના માનમાં એક વિદાય સમારંભનું આયોજન કર્યું હતું.

આ વિદાય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અને કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, એડવોકેટ જનરલ, કમલેશભાઈ, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ કૈલાસનાથન અને રાજ્યના પૂર્વ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણૂંક ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ મોસ્ટ જજ જસ્ટિસ વિનીત કોઠારીને ગુજરાત હાઇકોર્ટના ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે કાયદા મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળવા માટે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ કોઠારીની નિમણૂક કરવા માટે બંધારણની કલમ 223 નો ઉપયોગ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકેની ઉન્નતિને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે. વિક્રમનાથ, બેલાબેહન ત્રિવેદી સહીત 9 નવા ન્યાયાધીશો મંગળવારે સુપ્રીમ કોર્ટમાં શપથ લેશે.

જસ્ટિસ વિનીત કોઠારી બે દિવસ માટે પ્રભારી ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાર સંભાળશે.

નોટિફિકેશન મુજબ, ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ રશ્મિન છાયા 2 સપ્ટેમ્બરથી મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે.જસ્ટિસ કોઠારીને આ વર્ષે 4 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
g clip-path="url(#clip0_868_265)">