AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજયમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની પ્રમોશન સાથે કરાઇ બદલી, જુઓ લિસ્ટ

શિક્ષણ વિભાગે વર્ગ 2 ના 57 અધિકારીઓને DEO-DPEO ના પ્રમોશન આપ્યા છે. લાંબા સમયથી કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યાઓ ખાલી હતી. હવે આખરે સરકારના આ નિર્ણયને કારણે તમામ જગયો ભરાઈ છે. 

રાજયમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની પ્રમોશન સાથે કરાઇ બદલી, જુઓ લિસ્ટ
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 30, 2023 | 10:42 PM
Share

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખાલી જગ્યા પર આખરે કાયમી નિમણૂકો આપવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 ના 57 અધિકારીઓને વર્ગ-1 માં પ્રમોશન આપી DEO-DPEO ની જવાબદારી સોંપાઈ છે. જ્યારે વર્ગ-1 ના 9 અધિકારીઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો.

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે સંચાલકોને સંમેલનમાં 2 મહિના પૂર્વે વચન આપ્યું હતું

રાજ્યમાં DEO-DPEO 67 જગ્યાઓ પૈકી 40 ટકાથી વધુ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી હતી. જે જગ્યાઓ પર કાયમી નિમણૂંકો માટે ઘણા સમયથી માંગ થઈ રહી હતી.. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે સંચાલકોને સંમેલનમાં 2 મહિના પૂર્વે વચન આપ્યું હતું કે દિવાળી બાદ તમામ જગ્યાઓ કાયમી ભરવામાં આવશે.

વર્ગ 2 ના 57 કર્મચારીઓને વર્ગ-1 નું પ્રમોશન

એ વચન પાળતા આખરે ચાર્જથી ચાલતી જગ્યાઓ વર્ગ 2 ના કર્મચારીઓને પ્રમોશન આપી કાયમી ભરતી કરવામાં આવી છે. વર્ગ 2 ના 57 કર્મચારીઓને વર્ગ-1 નું પ્રમોશન આપી આપી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં DEO-DPEO પદ માટે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 9 અધિકારીઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે.

અરવલ્લીના DEO એ એમ ચૌધરીની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં બદલી કરાઈ છે.

વર્ગ-1ના અધિકારીઓને બદલી પર નજર કરવામાં આવે તો સાબરકાંઠા DPEO એચ એચ ચૌધરીને પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયમમાં તરીકે બઢતી આપવામાં આવી છે. અરવલ્લીના DEO એ એમ ચૌધરીની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં બદલી કરાઈ છે. દેવભૂમિ દ્વારકા ના DEO એસ જે ડુમરાળિયા અને મહેસાણાના DEO એકે મોઢ ની GCERTમાં તથા પોરબંદરના DPEO કેડી કણસાગરા ની ઉચ્ચ શિક્ષણ કમિશનર ખાતે બડતી સાથે બદલી કરાઈ છે.

ભરૂચ DEO કે એફ વસાવાની કમિશનર શાળાઓની કચેરી ખાતે બદલી કરાઈ

સુરત DPEO ડી આર દરજીની ઉચ્ચ શિક્ષણ કચેરીમાં, વલસાડ DPEO બીડી બારીયા ની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ખાતે, ભરૂચ DEO કે એફ વસાવાની કમિશનર શાળાઓની કચેરી ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત પરીક્ષા બોર્ડના સચિવ એમ જી વ્યાસની કમિશનર શાળાઓની કચેરી ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">