ગુજરાતમાં 61. 82 લાખ ખેડૂતોને I-ખેડૂત પોર્ટલ દ્વારા રૂપિયા 5109. 94 કરોડની સબસીડીનું કરાયું વિતરણ

I- ખેડૂત પોર્ટલમાં વર્ષ 2014થી થી અત્યાર સુધી કુલ 162. 15 લાખ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જેની ઉપર કામગીરી કરીને કુલ 61. 82 લાખ ખેડૂતોને રૂપિયા 5107.94 કરોડની સબસીડીની સહાય વિતરણની કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાતમાં 61. 82 લાખ ખેડૂતોને I-ખેડૂત પોર્ટલ દ્વારા રૂપિયા 5109. 94 કરોડની સબસીડીનું કરાયું વિતરણ
Distribution of Rs. 5109.94 crore subsidy assistance through I-Farmer Portal
| Edited By: | Updated on: Jul 03, 2022 | 8:12 AM

ગુજરાત રાજયમાં  ખેડૂતો (Farmer) ડિજિટલ (Digital) માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લઈ શકે તે માટે રાજ્યમાં I- ખેડૂત પોર્ટલ કાર્યરત છે. અને તેના દ્વારા કુલ 61. 82 લાખ ખેડૂતોને 5107, 94 કરોડની સબસિડી આપવામાં આવી છે. આ પોર્ટલ (Portal) અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળના લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂપિયા 11, 510. 06 કરોડ સીધા જ બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજારભાવની માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ “I- ખેડૂત પોર્ટલ” ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે અને ‘ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતિ’ની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય પાલન, જમીન અને જળ સંરક્ષણ સહિતની તમામ યોજનાઓની માહિતી અને સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થવાથી ખેડૂતો લાભાન્વિત થઈ રહ્યા છે. આવા જ ઉમદા હેતુ સાથે શરૂ કરવામાં આવેલા I- ખેડૂત પોર્ટલમાં વર્ષ 2014થી થી અત્યાર સુધી કુલ 162. 15 લાખ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જેની ઉપર કામગીરી કરીને કુલ 61. 82 લાખ ખેડૂતોને રૂપિયા 5107.94 કરોડની સબસીડીની સહાય વિતરણની કામગીરી કરવામાં આવી હતી.

ખેડૂતોની આવક બમણી કરવા તેમજ યોજનાઓની માહિીત પહોચાડવા વિવિધ પહેલ

રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમાં ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા I- ખેડૂત પોર્ટલ સફળ રીતે કાર્યાન્વિત છે. તો ખેડૂતોની આવક બમણી કરવા

ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ6000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળે છે, જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવાય છે. જે પૈકી 62.37 લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, 62.33 લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, 61. 59 લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, 58.61 લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, 57. 33 લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, 55.17 લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો તો 52. 53 લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો જ્યારે 49. 19 લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો અને 45. 21 લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો ઉપરાંત 42. 83 લાખ ખેડૂત પરિવારોને દશમો હપ્તો અને 28. 36 લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચૂકવવામાં આવ્યો છે. આ તમામ હપ્તાની રકમ મળી રાજ્યના લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. 11. 510.06 કરોડ ની ચૂકવણી કરવામાં આવી છે.

આમ સરકારના સતત પ્રયત્નોના કારણે આજે જગતનો તાત સક્ષમ બનીને પોતાના પાકની સારી આવક મેળવી રહ્યો છે અને ડીજીટલી પણ શિક્ષીત થવાથી પોતાની ખેતી માટે બીજા કોઈની પરની નિર્ભરતા ઘટીને દરેક માહિતી મેળવવા માટે આત્મનિર્ભર બન્યો છે.અનેક યોજનાઓના કારણે આજે ખેડૂત ખુશખુશાલ બન્યો છે.