કથિત જમીન કૌભાંડ IAS કે.રાજેશ કેસમાં આરોપી રફીક મેમણને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો

|

May 21, 2022 | 9:17 PM

કોર્ટે IAS અધિકારી કે. રાજેશના( K.Rajesh) કેસમાં આરોપીની રિમાન્ડની માગણી ફગાવતા સરકારી વકીલને ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે મુખ્ય આરોપી પકડાયા ના હોવા છતા ક્યાં આધાર પર સહ આરોપીઓના રિમાન્ડની માગણી કરાઈ છે. જેમાં આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ આખી ફરિયાદ બનાવટી હોવાનું જણાય છે

કથિત જમીન કૌભાંડ IAS કે.રાજેશ કેસમાં આરોપી રફીક મેમણને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો
IAS K. Rajesh (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat) કથિત જમીન કૌભાંડના(Land Scam)આરોપમાં ઘેરાયેલા IAS અધિકારી કે. રાજેશના( K.Rajesh) કેસમાં રફિક મેમણને કોર્ટમાં રજૂ કરાયા હતા. CBI દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી રિમાન્ડ એપ્લિકેશન મામલે કેટલોક વિરોધાભાસ જોવા મળ્યો હતો કોર્ટે રિમાન્ડની માગણી ફગાવતા સરકારી વકીલને ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે મુખ્ય આરોપી પકડાયા ના હોવા છતા ક્યાં આધાર પર સહ આરોપીઓના રિમાન્ડની માગણી કરાઈ છે. જેમાં આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ આખી ફરિયાદ બનાવટી હોવાનું જણાય છે. તેની સાથે જ કોર્ટે રફિક મેમણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

CBIની ટીમોએ ગાંધીનગર, સુરત, અને સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના વધુ એક IAS પર CBIએ ગાળ્યો કસ્યો છે. સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે. IAS અધિકારી પર લાંચનો આરોપ લાગતા CBIએ કે.રાજેશને ત્યાં શુકવારે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતોનુસાર CBIની ટીમોએ ગાંધીનગર, સુરત, અને સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા.

પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

તેમજ કે. રાજેશના વતન ખાતે પણ CBIની એક ટીમે તપાસ શરૂ કરી છે. જ્યારે કે. રાજેશના વિશ્વાસુ ગણાતા રફિક મેમણની પણ CBIએ સુરતથી ધરપકડ કરીને ગાંધીનગર લવાયો છે. CBIની ટીમોએ રફિકની સૈયદપુરા સ્થિત દુકાને તપાસ હાથ ધરી હતી. સાથે જ તેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

CBIએ રફિકને સાથે રાખીને ત્રણ કલાક સુધી દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રફિક મેમણ કે.રાજેશનો અત્યંત વિશ્વાસુ હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે રફિક કે.રાજેશ માટે કામ કરતો હતો. મહત્વપૂર્ણ છે કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના વતની છે. અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. જે અગાઉ સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે

તેમને  ઉમદા કામગીરી બદલ 2017માં શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બંદુક લાઇસન્સની મંજૂરી માટે પણ લાંચ લીધી હોવાનો અરજદારો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપોને પગલે IAS કે.રાજેશ સામે CBIએ કાર્યવાહીનો ગાળીયો કસ્યો છે.

Published On - 7:37 pm, Sat, 21 May 22

Next Article