ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

|

Sep 23, 2021 | 8:23 AM

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપના બંને નેતાઓ સામે નિશાન તાક્યું છે અને સૌરાષ્ટ્રના અપમાન બદલ સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે તેવો દાવો કર્યો છે

ગુજરાત(Gujarat) ભાજપના(BJP)બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેના વિવાદને કોંગ્રેસે(Congress)રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો છે.કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ(Paresh Dhanani)ભાજપના બંને નેતાઓ સામે નિશાન તાક્યું છે અને સૌરાષ્ટ્રના અપમાન બદલ સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે તેવો દાવો કર્યો છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ સમગ્ર વિવાદને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને સંગઠનમાં આવી ભાષાને કોઇ સ્થાન ન હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ બાદ ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેની ભાંજગડ સામે આવી છે. અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નકામા કહ્યાં હતા. નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જઈને નારણ કાછડિયાએ લખ્યું કે ગાંધીનગર જઈએ ત્યારે સામે જોતા પણ નથી. તો પછી કામની વાત તો ક્યાં કરવી. એક તબીબની બદલીને લઈ નીતિન પટેલ અને કાછડિયા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે.

અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયા પોતાની પોસ્ટ પર વિવાદ વકર્યા બાદ પણ મકક્મ રહ્યાં. નારણ કાછડિયાએ કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારથી કોઈ ને કોઈ સિનિયર પદે રહ્યાં છે. મારે નીતિનભાઈના રામાયણ વાળા નિવેદન પર પૂછવું છે કે ભાજપમાં મંથરા કોણ અને વિભીષણ કોણ છે.

ભાજપમાં સતત સંઘર્ષ કરી આગળ વધતા કાર્યકર્તા, હોદ્દેદારોને મહત્વ મળવું જોઈએ. ભાજપ હાઈકમાન્ડે કેબિનેટ બદલીને આવો જ નિર્ણય કર્યો છે. તેમાં અનેક સંઘર્ષ કરતા લોકોને સ્થાન મળતા સૌએ રાજી થવું જોઈએ.ઉલટાનું લાંબા સમયથી સત્તા સ્થાને રહેલા નીતિનભાઈએ તો બીજી કેડરને તૈયાર કરવા સામેથી કહેવું જોઈતું હતું.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

આ પણ વાંચો : હાય રે માનવતા, અમદાવાદમાં 4 દિવસના નવજાત શિશુને તરછોડી માતા ફરાર, દ્રશ્યો CCTVમાં કેદ

Next Video