લમ્પી વાયરસ મુદ્દે કોંગ્રેસનો સરકાર ઉપર આંકડા છુપાવ્યાનો આરોપ, સરકારે આરોપ ફગાવતા કહ્યું, રસી ખુટી નથી પડી

|

Jul 25, 2022 | 10:53 PM

કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાનો (Pal Ambaliya) આક્ષેપ છે કે સરકાર પશુઓના મોતના આંકડા છૂપાવી રહી છે. બીજી તરફ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે (Raghavji patel) પલટવાર કરતા કહ્યું કે, અમે આંકડા છુપાવ્યા નથી અને છુપાવવાના નથી. વાસ્તવિકતા છુપાવવાથી સમસ્યા દૂર થવાની નથી.

લમ્પી વાયરસ મુદ્દે કોંગ્રેસનો સરકાર ઉપર આંકડા છુપાવ્યાનો આરોપ, સરકારે આરોપ ફગાવતા કહ્યું, રસી ખુટી નથી પડી
Congress accused the government of hiding statistics on Lumpy virus issue

Follow us on

રાજ્યમાં ફેલાયેલા લમ્પી વાઈરસના (Lumpy Virus) મુદ્દે હવે સરકાર અને કોંગ્રેસે (Congress) પત્રકાર પરિષદો આયોજિત કરીને સામસામી આક્ષેપબાજીઓ શરૂ કરી દીધી છે. લમ્પી વાઈરસથી પશુઓના મોતનો મુદ્દો કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે સવાલ કર્યાં હતા. રાજ્યમાં કેર વર્તાવનારા લમ્પી વાયરસને લઈ હવે રાજકારણ ગરમાયું છે, લમ્પી વાયરસ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાનો (Pal Ambaliya) આક્ષેપ છે કે સરકાર પશુઓના મોતના આંકડા છૂપાવી રહી છે.

બીજી તરફ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે (Raghavji patel) પલટવાર કરતા કહ્યું કે અમે આંકડા છુપાવ્યા નથી અને છુપાવવાના નથી. વાસ્તવિકતા છુપાવવાથી સમસ્યા દૂર નથી થવાની, કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે લમ્પી વાયરસ નાબુદી અંગે પશુપાલન વિભાગે મહા રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. તમામ તાલુકા તથા શહેરી વિસ્તારમાં લમ્પી રોગ પર નિયંત્રણ લાવી શકાય તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ અસરગ્રસ્ત પશુઓમાં પૂરજોશમાં રસીકરણની કામગીરી કરવામાં આવી છે. સાથે જ દાવો કર્યો કે આગામી 15 દિવસમાં લમ્પી રોગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

રાજ્યમાં ફેલાયેલા લમ્પી વાઈરસના મુદ્દે હવે સરકાર અને કોંગ્રેસે પત્રકાર પરિષદો આયોજિત કરીને સામસામી આક્ષેપબાજીઓ શરૂ કરી દીધી છે. લમ્પી વાઈરસથી પશુઓના મોત મુદ્દો કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે સવાલ કર્યાં હતા કે મેં મહિનાથી લમ્પી વાયરસની શરૂઆત થઈ અને સરકાર જૂન મહિનામાં પરિપત્ર કરે છે, ઉપરાંત 14 ડોકટરોની ટીમ કેવી રીતે 80,000 પશુઓનું રસીકરણ કેવી રીતે કરી શકે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે એમ પણ કહ્યું કે સરકારને ચૂંટલો ભરીએ ત્યારે સરકાર માને છે કે 14 જિલ્લામાં લમ્પી વાઈરસ છે. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજન થકી પ્રીમિયમ ભર્યા સિવાય પાક વીમો મળવાની ખોટી જાહેરાત કરી હતી તો લમ્પી મુદ્દે સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે પશુઓના મોતના આંકડામાં ફક્ત 4 ટકા પશુઓના મોતના આંકડા જ જાહેર થયા છે અને સરકાર પશુઓના મોતના આંકડા છુપાવી રહી છે, રસીકરણનો પણ આંકડો ખોટો છે અને સરકાર દ્વારા નહીં પણ ખાનગી સંસ્થાઓ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું, જેનો જસ સરકાર લઈ રહી છે

રાઘવજી પટેલે કર્યો પલટવાર

કિસાન કોંગ્રેસ ઉઠાવેલા મુદ્દે પલટવાર કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે અમે આંકડા છુપાવ્યા નથી અને છુપાવવાના નથી. વાસ્તવિકતા છુપાવવાથી સમસ્યા દૂર નથી થવાની, તેમણે જણાવ્યું હતું કે 1099 ગામોમાં 40 હજાર પશુઓની સારવાર કરાઈ છે અને સહકારી સંઘો ભંડોળમાંથી રસી ખરીદી વિના મુલ્યે સારવાર કરવામાં આવી રહી છે અને 152 પશુ અધિકારીઓ સારવાર કરી રહ્યા છે તેમણે રસીના મુદ્દે કહ્યું હતું કે રસીનો સ્ટોક ખૂટ્યો નથી, વધારાનો રસીનો જથ્થો મગાવ્યો છે.

Next Article