CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, વરસાદથી થયેલા નુકસાન સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા

|

Jul 19, 2022 | 12:30 PM

28 અને 29 જુલાઈ વડાપ્રધાન મોદી (PM Modi gujarat visit) ગુજરાત પ્રવાસે આવવાના છે,ત્યારે તે અંગેની તૈયારીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, વરસાદથી થયેલા નુકસાન સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Gujarat Cabinet meeting

Follow us on

ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક(Cabinet Meeting)  યોજાશે.રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે.ઉપરાંત ભારે વરસાદથી થયેલા નુક્સાનના સર્વે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.તેમજ કોરોના સંક્રમણમાં (Corona case) થતા વધારાને ધ્યાને રાખીને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે.તમને જણાવી દઈએ કે,28 અને 29 જુલાઈ વડાપ્રધાન મોદી (PM Modi gujarat visit) ગુજરાત પ્રવાસે આવવાના છે,ત્યારે તે અંગેની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે સહાયની જાહેરાત થઈ હતી

ગુજરાત (Gujarat) સરકારે ભારે વરસાદ(Monsoon 2022) બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નુકશાન સહાયની જાહેરાત કરી હતી. જેમાં રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માનવ મૃત્યુ માટે 4 લાખ રૂપિયા. જ્યારે પશુમાં દૂધાળા પશુ, ગાય, ભેંસ અને ઉંટ માટે 30 હજાર, તેમજ બકરી અને ઘેટાં માટે 3 હજાર રૂપિયા આપવામાં આવશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે નિયમ મુજબ સહાય જાહેર કરાઈ છે. જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે 30, 000 ઘેટા-બકરાં વગેરે માટે 000 તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે બળદ, ઊંટ, ઘોડાવગેરે માટે 25,000, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે  16,000 ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી 50 લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ 5000 ની સહાય અપાશે. રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ 95,100 અને પર્વતીય વિસ્તાર માટે1,01,900, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે 4100 ની સહાય આપવામાં આવી.ત્યારે આ કેબિનેટ બેઠક બાદ પણ કેટલાક મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

Published On - 10:45 am, Tue, 19 July 22

Next Article