ગુજરાતમાં ઝેરી દારૂકાંડના આરોપીઓ સામે 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે : હર્ષ સંઘવી

|

Jul 27, 2022 | 8:56 PM

ગુજરાતના(Gujarat) ગૃહમંત્રીએ જણાવ્યું કે બોટાદ ઝેરી દારૂકાંડ 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ દેશી દારુનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. જયારે SITના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. આ કેસમાં 475 લીટર કેમિકલ પોલીસે જપ્ત કર્યું છે.

ગુજરાતમાં ઝેરી દારૂકાંડના આરોપીઓ સામે 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે : હર્ષ સંઘવી
Gujarat Minister Harsh Sanghvi

Follow us on

ગુજરાતમાં(Gujarat) ઝેરી દારૂકાંડને(Botad Hooch Tragady)  પગલે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજકોટથી લઈને સુરત અમદાવાદથી લઈને પંચમહાલ વડોદરાના કરજણથી લઈને સુરત શહેર અને પાંડેસરામાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડયા છે. આ અંગે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સ માહિતી આપવામાં આવી છે. જેમાં આ ગુનામાં મુખ્ય આરોપીઓ સહિત 15 આરોપીઓ ઝડપાયા છે. તેમજ ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ  ( Harsh Sanghvi)  જણાવ્યું કે 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ દેશી દારુનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.

જયારે SITના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. આ કેસમાં 475 લીટર કેમિકલ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ આ વર્ષે દેશી દારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરાયા છે. તેમજ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.  તેમજ આ લઠ્ઠો છે કે કેમિકલ અમે તેમાં પડવા માગતા નથી. આ કેસમાં  પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે.

આ સાથે ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું કે, આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદનની કંપનીમાંથી 600 લીટર દારૂની ચોરી કરવામાં આવી હતી. અને ચોરી કરીને કેમિકલ બોટાદ સુધી પહોંચ્યું હતું. ત્યારે કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચવા સુધીના તમામ આરોપી ઝડપાયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, દારૂ અને અન્ય વ્યસનોની મુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અને વ્યસન મુક્તિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તા.25 મી જુલાઇ-2022  અને તે પછીના 2 -દિવસોમાં બોટાદ અને અમદાવાદ (ગ્રામ્ય) જીલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલ પીવાથી 41  વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં સખત કાયદાકીય જોગવાઇ અને ગુજરાત પોલીસ દ્વારા તેની કડક અમલવારી હોવા છતાં કેટલાક ગુનેગારો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલની ચોરી કરી, નિર્દોષ નાગરીકોના જીવ લેવાનું ગુનાહિત ષડયંત્ર રચી, દારૂના નામે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલમાં પાણી ભેળવી તેને વેચવાનો ગુનો આચર્યો છે. આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલીક શ્રેષ્ઠ કક્ષાની તબીબી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

સંઘવીએ ઉમેર્યુ કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને બદનામ કરવાના ઇરાદેથી કરવામાં આવેલા આ કૃત્ય સંદર્ભે ૩ ગુના નોંધવામાં આવ્યા છે અને તે અંગે ઝડપી તપાસ કરી, ફસ્ટટ્રેક ટ્રાયલ ચલાવી, તેમને કડકમાં કડક સજા કરાવવા તથા મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ૩ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનવા અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે

 

Published On - 8:48 pm, Wed, 27 July 22

Next Article