ગાંધીનગર : ગિફ્ટ સિટીથી પ્રભાવિત થયા ઉદ્યોગપતિઓ, ભવિષ્યમાં કરી શકે છે મોટું રોકાણ

|

Jan 12, 2024 | 4:02 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં મુકેશ અંબાણી,સંજય મલ્હોત્રા,લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગાંધીનગર : ગિફ્ટ સિટીથી પ્રભાવિત થયા ઉદ્યોગપતિઓ, ભવિષ્યમાં કરી શકે છે મોટું રોકાણ

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો.આ ફોરમમાં મુકેશ અંબાણી,સંજય મલ્હોત્રા,લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સીટી બનાવવા માટે તેમજ ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસિત કરવા માટે સૂચનો મેળવ્યા હતા.પ્રધાનમંત્રીએ આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો.પરંતુ તેઓએ લગભગ ત્રણ કલાક સુધી તમામ ઉદ્યોગપતિઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

આ ફોરમમાં ભાગ લેવા માટે આવેલા કેટલાક ઉદ્યોગપતિ પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તમામ ઉદ્યોગપતિ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમજ ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ ઉદ્યોગપતિઓના સુચનોનો સારાંશ રજૂ કર્યો હતો. તેમજ ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થતંત્ર સંબંધિત નવીન ઉકેલોની ચર્ચા કરવા માટે નાણા અને ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓનો આ એક મહાન મેળાવડો છે.તેમણે ભારતને ફાઇનાન્સિયલ ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી રાજ્ય બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામનનો ગિફ્ટ સિટીના વિકાસની સતત ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમના આયોજન માટેના હેતુથી ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા.આ ફિનટેક લીડરશીપ ફોરમનું સંચાલન અગ્રણી ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:38 pm, Fri, 12 January 24

Next Article