Gandhinagar : ગૃહપ્રધાન અમિત શાહે લીઘેલુ ગામ આદર્શ કામને કારણે બન્યુ અવ્વલ, આ શહેર નથી પણ ગામડામાં વસતુ એક શહેર છે !

|

Jun 15, 2022 | 12:02 PM

ગાંધીનગરનું(gandhinagar) બિલેશ્વરપુરા ગામ આદર્શ સાંસદ ગામ તરીકે દેશમાં અવ્વલ આવ્યું છે. આદર્શ ગામ તરીકે તમારી કલ્પનામાં જે આવે એ બિલેશ્વરપુરા ગામમાં બધું છે.

Gandhinagar : ગૃહપ્રધાન અમિત શાહે લીઘેલુ ગામ આદર્શ કામને કારણે બન્યુ અવ્વલ, આ શહેર નથી પણ ગામડામાં વસતુ એક શહેર છે  !
Bileshwar village

Follow us on

Gandhinagar : જેમ ગુજરાત મોડલે (Gujarat Model) દેશભરમાં ડંકો વગાડ્યો, તેવી જ રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) દત્તક લીધેલા ગામે પણ દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. ગાંધીનગરનું બિલેશ્વરપુરા ગામ આદર્શ સાંસદ ગામ તરીકે દેશમાં અવ્વલ આવ્યું છે. આદર્શ ગામ તરીકે તમારી કલ્પનામાં જે આવે એ બિલેશ્વરપુરા ગામમાં બધું છે. પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપરાંત સ્વચ્છતાનું અહીં વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ આ ગામમાંઆરોગ્ય કેન્દ્ર, (Health Center)  લાયબ્રેરી, આંગણવાડી છે. અહીં નવી સ્કૂલનું(School)  નિર્માણ પણ થઈ રહ્યું છે એટલે ગ્રામજનોને તેમના સંતાનોના અભ્યાસની ચિંતા હળવી થઈ છે. અને આ બધું શક્ય ફક્ત બે વર્ષમાં બન્યું છે.

ગાંધીનગર શહેર જેવી જ માળખાકીય સુવિધા બિલેશ્વરપુરા ગામના(Bileshvarpura)  લોકોને પૂરી પાડીને સમગ્ર દેશમાં આદર્શ સાંસદ ગામ તરીકે પ્રથમ ક્રમે આવ્યું છે. આ ગામમાં તમામ પાયાની સુવિધાને લઈ આદર્શ ગામ યોજનાના પોર્ટલ પર એન્ટ્રી કરાઇ હતી.જેમાં ગામને 99.53 પોઇન્ટનો સ્કોર મળ્યો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah)  2020માં આ ગામની પસંદગી કરતાં જ અધિકારીઓની ટીમે કેન્દ્ર અને રાજ્ય સરકારની(Gujarat Govt)  યોજનાઓની અમલવારીની માહિતી લીધી અને તલાટીએ આદર્શ સાંસદ ગામ યોજના અંતર્ગત કામગીરીને કુલ 7 સેક્ટરમાં વિભાજિત કરી હતી. અહીં સુવિધાની સાથે ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવાની પહેલ પણ કરવામાં આવે છે. ગામની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સખીમંડળ કે જેમાં વિવિધ સંસ્થાઓ સ્ત્રી સશક્તિકરણની તાલીમ આપી રહી છે. સાથે સામાજિક વનીકરણ, વ્યસનમુક્તિ, ખુલ્લામાં શૌચમુક્ત જેવા કાર્યો પણ થયા છે.

ગ્રામજનોએ સપનેય નહોતું વિચાર્યું તેટલો ઝડપી ગામનો વિકાસ થયા બાદ સ્થાનિકો પણ ખુશ છે.ગામનાં સ્થાનિકો આનો જશ તેમના સાંસદ અમિત શાહને(MLA Amit Shah)  આપે છે.

Published On - 11:59 am, Wed, 15 June 22

Next Article