CM તરીકે ભુપેન્દ્ર પટેલનું એક વર્ષ પૂર્ણ, જાણો 1 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે લીધેલા મહત્વના નિર્ણય વિશે

ગુજરાતમાં (Gujarat) રાજકીય ઈતિહાસની આ પહેલી ઘટના હતી, જ્યાં પ્રથમવાર જે વ્યક્તિ ધારાસભ્ય બન્યા હતા એ ગુજરાતમાં સુકાની બનવા જઈ રહ્યા હતા. ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં થઈ રહેલો આ વધુ એક નવો પ્રયોગ હતો.

CM તરીકે ભુપેન્દ્ર પટેલનું એક વર્ષ પૂર્ણ, જાણો 1 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે લીધેલા મહત્વના નિર્ણય વિશે
CM Bhupendra Patel
Image Credit source: TV9 GFX
Kinjal Mishra

| Edited By: Kunjan Shukal

Sep 12, 2022 | 4:52 PM

આજથી એક વર્ષ પહેલા 12 સપ્ટેબરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં (Gujarat) રાજકીય ઈતિહાસની આ પહેલી ઘટના હતી, જ્યાં પ્રથમવાર જે વ્યક્તિ ધારાસભ્ય બન્યા હતા એ ગુજરાતમાં સુકાની બનવા જઈ રહ્યા હતા. ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં થઈ રહેલો આ વધુ એક નવો પ્રયોગ હતો. ભાજપ આ નિર્ણયથી ગુજરાતમાં એક એવો લિટમસ ટેસ્ટ કરવા જઈ રહી હતી જો એમાં સફળતા મળે તો અન્ય રાજ્યોમાં ફરી એક વાર ગુજરાત મોડેલનું ઉદાહરણ આપી શકાય પણ જો આ નિર્ણય બુમરેગ થાય તો PMના હોમટાઉન અને ભાજપના ગઢ અનેક સવાલોના ઘેરામાં આવી જાય.

જો કે નવા સુકાની માટેનો નિર્ણય લેવાઈ ગયો હતો અને પાટીદાર નેતાને ફરી ગુજરાતની ગાદી સોંપવામાં આવી હતી, જો કે આ નિર્ણયથી પાર્ટીમાં અનેક સ્તરે નારાજગી હતી. પરંતુ કેન્દ્રીય નેતૃત્વનો આ નિર્ણય હોવાના કારણે તમામ નેતાઓ આંતરિક વર્તુળમાં જ હૈયા વરાળ કાઢી સંતોષ માન્યો હતો. જો કે આ એક વર્ષ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલનું કેવું રહ્યું એ જાણવું ખૂબ રસપ્રદ છે.

જાણો 1 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે લીધેલા મહત્વના નિર્ણય

 1.  મુખ્યમંત્રી કાર્યાલયના દરવાજા સામાન્ય જનતા માટે ખોલ્યા
 2.  સોમવાર – મંગળવાર એમ 2 દિવસ મંત્રીઓએ ફરજિયાત લોકોને સાંભળવા
 3.  મંત્રીઓ સાથે અધિકારીઓને પણ જન પ્રતિનિધિઓને સાંભળવા સિસ્ટમ ઉભી કરી
 4.  મંત્રીઓના PA-PSમાં નો રીપીટ થીયરીનો અમલ
 5.  વર્ષો જૂની પૂર રાહત સહાયના નિયમો બદલી વળતરમાં વધારો કર્યો
 6. સરકારી કર્મચારીઓના બદલીઓના નિયમોમાં કર્યો બદલાવ
 7.  પહેલીવાર રાજય સરકારના બજેટમાં મોટા પ્રોજેકેટસના બદલે નાના વર્ગને આવરી લેતી જાહેરાતો કરી
 8.  સગર્ભા મહિલાઓ માટે 270 દિવસની પોષણ સુધા યોજના
 9.  તમામ નાગરિકો માટે નીરામય ગુજરાત અભિયાનની શરૂઆત
 10.  ચોમાસા દરમિયાન ડીઝાસ્ટર મેનેજમેન્ટના યોગ્ય પ્લાનીંગથી માનવ ક્ષતિથી થતા મૃત્યુ અટક્યા
 11.  ઘરે બેઠા ઓનલાઈન FIRને મંજૂરી
 12.  પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપ્યો, ડાંગમાં 100% પ્રાકૃતિક ખેતીનો અમલ

1 વર્ષ દરમિયાન મુખ્યમંત્રીએ કયા પડકારોનો કર્યો સામનો

 1. પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હોવાથી સૌને સાથે લઈને ચાલવાનો પડકાર
 2. સરકાર અને સંગઠન સાથે તાલમેલ જાળવવાનો પડકાર
 3. અધિકારી રાજની છાપ દુર કરવાનો પડકાર
 4. પ્રજાલક્ષી શાસનનો પડકાર
 5. કોરોનાકાળ બાદ લોકોમાં સરકાર સામેની નારાજગી દૂર કરવાનો પડકાર
 6. તમામ નવા મંત્રીઓ સાથે મતભેદ વગર સરકાર યોગ્ય રીતે ચલાવવાનો પડકાર
 7. રૂપાણી સરકાર સામેની નારાજગી ફક્ત કામથી દૂર કરવાનો પડકાર
 8. પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યોનું સન્માન જાળવવાનો પડકાર

લીધા આ રાજકીય નિર્ણયો

 1. મુખ્યમંત્રીએ પોતે સંગઠનને સર્વોપરી બનાવ્યું
 2. સંગઠન સાથે મળીને સરકારના નિર્ણયો પર સહમતી બનાવી
 3. 2 કેબિનેટ મંત્રીઓના ખાતા પરત લીધા
 4. સરકારી પ્રવાસ દરમિયાન પણ સંગઠનના લોકો સાથે મુલાકાત

1 વર્ષ દરમિયાન મુખ્યમંત્રીની કામગીરી સામે ઉઠેલા સવાલો અને આગામી પડકાર

 1. 1 વર્ષમાં સિનિયર IPS-IASની બદલીઓમાં વિલંબ
 2. તૂટેલા રસ્તાઓથી પ્રજા પરેશાન, હાઈકોર્ટે પણ લગાવી ફટકાર
 3. રખડતાં ઢોર અંગે વિધાનસભામાં બિલ પાસ કર્યું પણ અમલ ન કરાવી શક્યા
 4. ચૂંટણી પહેલાં સરકાર સામે આંદોલનોની ભરમાર
 5. સૌથી હાઈએસ્ટ માર્જિનની ચૂંટણીમાં જીતવું
 6. આપની રણનીતિને ટક્કર આપવી
 7. ચૂંટણી સમયે ટીમ તરીકે મેદાનમાં રહેવું
 8. ટ્રાઈબલ બેલ્ટ જીત મેળવવી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati