ગુજરાતમાં અંદાજિત રૂ. 1000 કરોડના રોકાણથી 500 કેએલડીનો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે, આત્મનિર્ભર ભારતની PMની નેમમાં એક મહત્વપૂર્ણ કદમ

|

Dec 17, 2021 | 3:37 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GACL અને GAIL વચ્ચે એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન થયા. 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ બ્લેન્ડીંગના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સિધ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ.

ગુજરાતમાં અંદાજિત રૂ. 1000 કરોડના રોકાણથી 500 કેએલડીનો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે, આત્મનિર્ભર ભારતની PMની નેમમાં એક મહત્વપૂર્ણ કદમ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022

Follow us on

ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GACL અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ-GAIL વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયેલા આ MOU અંતર્ગત ગુજરાતમાં અંદાજે ૧૦૦૦ કરોડના રોકાણ સાથે પ૦૦ કિલો લીટર પ્રતિદિનની ક્ષમતાનો બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GACL અને GAIL વચ્ચે એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન થયા.

આ બાયોઈથેનોલ પ્લાન્ટ દ્વારા
– અંદાજિત વાર્ષિક રૂ. 1500 કરોડનું ટર્ન ઓવર થશે
– 700 જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે
– ક્રુડ ઓઈલની આયાત ઘટતાં ફોરેન એક્સ્ચેન્જમાં
– પ્રતિ વર્ષ 70 મિલિયન યુએસ ડોલર જેટલી બચત થશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ MOU પર GACLના મેનેજિંગ ડિરેકટર મિલીન્દ તોરવણે અને GAILના બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેકટર એમ.વી. ઐયરે હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશમાં ક્રુડ ઓઇલની આયાત ઘટાડીને ફોરેન એક્સચેન્જની બચતના ઉદ્દેશથી આગામી ર૦રપ સુધીમાં પેટ્રોલમાં ર૦ ટકા ઇથેનોલ બ્લેન્ડીંગ માટેનો રોડ મેપ લોન્ચ કર્યો છે.

2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ બ્લેન્ડીંગના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સિધ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ

ગુજરાતમાં GACL અને GAILના સંયુકત સહયોગથી સ્થપાનારો આ બાયોઇથેનોલ પ્લાન્ટ પ્રધાનમંત્રીના આ લક્ષ્યને સિદ્ધ કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં મહત્વપૂર્ણ પરિમાણ બનશે.
આ પ્લાન્ટમાં ફીડસ્ટોક તરીકે મકાઈ કે ચોખાના ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેક્નોલોજી દ્વારા 500 કેએલડી (કિલો લીટર પ્રતિ દિવસ) બાયોઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. બાય-પ્રોડક્ટ તરીકે અંદાજે 135 કેટીપીએ જેટલું પ્રોટીન-રીચ એનિમલ ફીડ અને 16.50 કેટીપીએ જેટલું કોર્ન-ઓઈલ પ્રાપ્ત થશે.

આ બાયોઈથેનોલ પ્લાન્ટથી અંદાજિત વાર્ષિક રૂ. 1500 કરોડનું ટર્ન ઓવર થશે અને અંદાજે 700 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે.આ ઉપરાંત, ક્રુડ ઓઈલની આયાત ઘટવાને લીધે ફોરેન એક્સ્ચેન્જમાં દર વર્ષે અંદાજે 70 મિલિયન યુએસ ડોલર જેટલી બચત પણ થશે. એટલું જ નહિ, ખેડૂતો પાસે મોટાપાયે મકાઈની ખરીદી કરવામાં આવતા તેમના માટે આવકના નવા દ્વાર ખુલશે તથા મકાઇ પકવતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે.

આ MOU સાઇનીંગ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, GAIL ના સીએમડી મનોજ જૈન તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article