ઉત્તરાખંડમાં ગુજરાતના તમામ યાત્રાળુઓ સલામત : રાજેન્દ્ર ત્રિવેદી

|

Oct 19, 2021 | 5:03 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી Uttarakhand માં ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓને લઇને ત્વરિત એક્શનમાં આવ્યા છે. જેમાં મહેસૂલ પ્રધાને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

દેવભૂમિ ઉત્તરાખંડમાં(Uttarakhand) કુદરતી આફત વચ્ચે ગુજરાતના(Gujarat) હજારો યાત્રાળુ ફસાયા છે. આ મુદ્દે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) ત્વરિત એક્શનમાં આવ્યા છે. જેમાં મહેસૂલ પ્રધાને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની(Control Room)મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

જયારે ગુજરાતના મુખ્યપ્રધાન દિલ્લી અને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ગુજરાતના તમામ યાત્રાળુઓ સલામત છે. આ યાત્રાળુઓને રહેવા, જમવા કે દવા સહિતની કોઈ તકલીફ થઈ નથી.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી  જણાવ્યું  હતું  કે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં રાજયમાંથી 80 -100 લોકો ગયા હતા. જેમાંથી 6 જેટલા લોકો બદ્રીનાથ અને કેદારનાથ ફસાયા હતા. પરંતુ ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ત્યાં પહોંચી શકયું ન હતું. અમે સારા હવામાનની રાહ જોઇ રહ્યા છે.

આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુસ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ છે.આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે પ્રયાસ કરી રહી છે.

ચારધામ યાત્રામાં ગુજરાતના હજારો પ્રવાસીઓ જુદા-જુદા સ્થળે અટવાયા છે. આ ફસાયેલા યાત્રાળુ અંગે ગુજરાત સરકાર ત્વરિત એક્શનમાં આવી છે. રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને યાત્રાધામ પ્રધાન પૂર્ણેશ મોદીએ ઉત્તરાખંડના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, જે બાદ ગુજરાત સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

આ ઈમરજન્સી નંબર પરથી યાત્રાળુઓના ચિંતિત સ્વજનોને તમામ માહિતી મળી રહેશે, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે ગુજરાતના પ્રવાસીઓને સલામત સ્થળોએ આશરો અપાયો છે, ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓની રહેવા, જમવાની વ્યવસ્થા કરી છે, કેટલાક રસ્તામાં ફસાયેલા યાત્રાળુઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે, ગુજરાત સરકાર તમામ યાત્રાળુઓને સહી-સલામત પરત ફરવા લાવવા કટિબદ્ધ છે.

આ પણ વાંચો : Surat : કોરોના ઇફેક્ટને લઈ છેલ્લા બે વર્ષમાં મુખ્ય 4 પોસ્ટ ઓફિસમાં 2.37 લાખથી વધુના ખાતા ખુલ્યા

આ પણ વાંચો : અમદાવાદઃ અમોલ શેઠ એન્ડ કંપનીઓ દ્વારા 3 હજાર કરોડનું આંતરરાજ્ય કૌભાંડ, અમોલ શેઠને કસ્ટડીમાં ધકેલાયા

 

Published On - 4:36 pm, Tue, 19 October 21

Next Video