Ahmedabad : ગાંધીનગર CBIએ રિવર રેસ્ક્યૂ ટીમને આપ્યો એવોર્ડ, આરોપીના પુરાવા ધરાવતો મોબાઇલ સાબરમતીમાંથી શોધી આપ્યો હતો
CBIએ ડાઈવિંગ ઈક્વિપમેન્ટ અને સોનાર ટેક્નોલોજીથી સજ્જ રિમોટલી ઓપરેટેડ વ્હીકલનો ઉપયોગ કરીને ડાઈવર્સ અને ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યુ ટીમ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ રિકવર કર્યા છે.
ગાંધીનગર (Gandhinagar) CBIએ રિવર રેસ્ક્યૂ ટીમને એવોર્ડ આપ્યો છે. રિવર રેસ્ક્યૂ ટીમમાં ફાયરમેન ભરત માંગેલાને એચિવમેન્ટ એવોર્ડ આપી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. CBIના કેસમાં સાબરમતી નદીમાંથી મોબાઈલ શોધવાની કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યુ છે. ફાયરમેન ભરત માંગેલાએ અશક્ય પુરાવા એકઠા કરી આપ્યા હતા.
આ પણ વાંચો-Gujarati Video : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અકસ્માતની તપાસમાં બેદરકારી દાખવતા PSI સસ્પેન્ડ
કયા કેસમાં આપવામાં આવ્યુ સન્માન ?
CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એક કેસની તપાસ કરી રહ્યુ હતુ. આ તપાસમાં અમદાવાદના આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ કરી છે. ત્યારે CBIએ 12 ઓક્ટોબર 2022ના રોજ 30 લાખની લાંચ કેસમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સૂચનાના આધારે અમદાવાદના આવકવેરા વિભાગના અધિક કમિશનર સામે કેસ નોંધ્યો હતો.
આ કેસમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તત્કાલીન આવકવેરાના આસિસ્ટન્ટ કમિશનર વિવેક જોહરીએ ગુજરાત ACB દ્વારા 4 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલી ટ્રેપની કાર્યવાહી દરમિયાન હોબાળો કર્યો હતો. તેમજ એડિશનલ કમિશનરને તેમની ઓફિસમાંથી ભાગી જવામાં મદદ કરી હતી.
વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તત્કાલીન એડિશનલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ (સેન્ટ્રલ રેન્જ-1), અમદાવાદે સ્ટેટ એસીબીની તપાસમાંથી છટકી જતા પહેલા મદદનીશ કમિશનરને બે મોબાઈલ હેન્ડસેટ આપ્યા હતા. વધુમા તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનરે આવકવેરાના એડિશનલ કમિશનરના કહેવાથી સાબરમતી નદીમાં બે મોબાઇલ ફેંકી દીધા હતા.
CBIએ ડાઈવિંગ ઈક્વિપમેન્ટ અને સોનાર ટેક્નોલોજીથી સજ્જ રિમોટલી ઓપરેટેડ વ્હીકલનો ઉપયોગ કરીને ડાઈવર્સ અને ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યુ ટીમ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ રિકવર કર્યા છે. ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ કમિશનર ઇન્કમટેક્સ વિવેક જોહરીને અમદાવાદની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી 17 એપ્રિલ 2023 સુધીના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે વધુ તપાસ CBI દ્વારા હાથ ધરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો