ગુજરાતમાં કોરોનાના નવા 661 કેસ અને 2ના મોત, કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5,862એ પહોંચ્યો

|

Aug 08, 2022 | 8:35 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5862 એ પહોંચ્યા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 661 કેસ અને 2ના મોત, કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5,862એ પહોંચ્યો
ગુજરાત કોરોના અપડેટ
Image Credit source: tv9 gfx

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 5862એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. કોરોનાથી આજે 692 લોકો સાજા થયા છે. ગઈકાલમાં હિસાબે આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 7 ઓગસ્ટે રાજ્યમાં કોરોના કેસ 768 નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 201, વડોદરામાં 57, ગાંધીનગરમાં 20, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 16, મહેસાણામાં 34,  વડોદરા ગ્રામ્યમાં 25 , સુરતમાં 39, સુરત ગ્રામ્યમાં 31, રાજકોટમાં 46, રાજકોટ ગ્રામ્યમાં 17, ગાંધીનગરમાં 20, ગાંધીનગર ગ્રામ્યમાં 16 અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે.

વેકસિન અને લોકોની સાવચેતીને કારણે આપણે આ કોરોના મહામારીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે. પણ જો હવે બેદરકારી દાખવવામાં આવશે તો ફરી એ સમય જોવો પડી શકે છે. તેથી કોરોનાથી બચવા માટેનો તમામ નિયમોનું પાલન કરવુ જોઈએ. તેના માટે રાજ્ય સરકાર પણ લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં જોઈ શકાય છે કે કોરોના કેસ કયારેક વધી રહ્યા છે, તો ક્યારેક ઓછા થઈ રહ્યા છે. તેવામાં સ્વાઈન ફલૂનો પણ ખતરો રાજ્યમાં જોવા મળી રહ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

 

Next Article