Surat: કોરોના બાદ હવે શહેરમાં સ્વાઇન ફ્લૂનો સપાટો,વધુ એક દર્દીનું મોત, સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા

સ્વાઇન ફ્લૂના (Swine flu) કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે. સુરતમાં (Surat) કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધાનું થયું મોત થયુ છે.

Surat: કોરોના બાદ હવે શહેરમાં સ્વાઇન ફ્લૂનો સપાટો,વધુ એક દર્દીનું મોત, સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા
સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડોImage Credit source: (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 1:18 PM

સુરત (Surat) શહેરમાં એક બાજુ કોરોનાનું સંકટ યથાવત છે. ત્યાં બીજી તરફ હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) પણ શહેરને ભરડામાં લીધુ છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. દિન પ્રતિદીન વધતા સ્વાઇન ફ્લૂના કેસોએ ચિંતા વધારી છે. સુરતમાં હવે સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. જેના કારણે સુરતનું આરોગ્ય તંત્ર (health system) પણ હવે એકશન મોડમાં આવી ગયુ છે. સુરતના આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના ભાગ રુપે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ સ્વાઇન ફ્લૂનો વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યુ છે. સાથે જ સાવચેતી પણ વધારી દેવામાં આવી છે.

સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે. સુરતમાં કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધાનું થયું મોત થયુ છે. આમ સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં ચારના મોત થયા છે. બીજી તરફ સુરતમાં સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. ત્યારે ચોમાસા દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થવાની શક્યતા છે. વધતા સ્વાઈન ફ્લૂના કેરને લઈ મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

જીવલેણ વાયરસ

H1N1 એક જીવલેણ વાયરસ છે જેના વિશે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની વારંવાર ઉલટી થવી ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી મૂંઝવણ અને વારંવાર રડવું તાવ અને શરદીનો ભોગ બનવું પૂરતું પ્રવાહી ન પીવું વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ ગભરાહટ વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા

શું સાવચેત રાખવી ?

શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ. જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ. સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો. જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો. જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો. સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું. ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો. ભીડવાળી જગ્યાએ ન જશો. વધારે માત્રામાં પાણી પીવો. ભરપૂર ઉંઘ લો, તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">