સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 9.38 લાખ કર્મચારીઓને લાભ, કોંગ્રેસે કહ્યુ સત્તા જવાના ડરથી લીધો નિર્ણય

Dearness Allowance: રાજ્યના સરકારી કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજ્યના 9.38 લાખ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે. જો કે કોંગ્રેસે સરકારના આ નિર્ણયને રાજકીય ગણાવ્યો છે અને જણાવ્યુ છે કે સત્તા જવાના ડરને કારણે સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યુ છે.

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 9.38 લાખ કર્મચારીઓને લાભ, કોંગ્રેસે કહ્યુ સત્તા જવાના ડરથી લીધો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 3:29 PM

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થા(DA)માં 3 ટકાનો વધારો કરાયો છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારો તા 1 જાન્યુઆરી 2022થી આપવાનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા કરવામાં આવ્યો છે. આ પગાર વધારાવો લાભ સાતમાં પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સ (Pensioners) મળીને 9.38 લાખ કર્મચારીઓને મળશે.

જેમા તા. 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાનો છેલ્લા સાત મહિનાના તફાવતની રકમ સાથે ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. જેનો પ્રથમ હપ્તો ઓગષ્ટ 2022ના પગાર સાથે, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનાના પગાર સાથે અપાશે.

7 મહિનાના એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચુકવાશે

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તારીખ એક જાન્યુઆરીની અસરથી આપવાનો કર્મચારીઓના હિતમાં મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સને મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે તા 1 જાન્યુઆરીની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાથી સાત મહિનાના એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાના આ વધારાને કારણે રાજ્ય સરકાર પર અંદાજે વાર્ષિક 1400 કરોડ રૂપિયાનું નાણાંકિય ભારણ વધશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સત્તા જવાના ડરથી મોંઘવારી ભથ્થુ વધાર્યુ- જગદિશ ઠાકોર

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાના નિર્ણયને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે રાજકીય ગણાવ્યો છે. જગદિશ ઠાકોરે જણાવ્યુ કે સત્તા જવાના ડરને કારણે રાજ્યની ભાજપ સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે સરકારી કર્મચારીઓને આકર્ષવા સરકારે આ જાહેરાત કરી છે. અમદાવાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જગદિશ ઠાકોરે સરકારના આ નિર્ણય અંગે પ્રહાર કર્યા હતા.

જગદિશ ઠાકોરે કહ્યુ, “રાજ્યની ભાજપની સરકારના પગ નીચેથી જમીન સરકી જતી દેખાશે, ત્યાં ત્યાં જે કોઈ નિર્ણયો આજથી પાંચ-દસ વર્ષ પહેલા લેવાના હતા એ નિર્ણયો લેવાની એમને ફરજ પડી છે.” તેમણે વધુમાં કહ્યુ કે ભાજપની સરકાર મતથી ડરે છે. સત્તા જવાનો ડર એમને નિર્ણયો લેવડાવે છે.

ઈનપુટ ક્ર્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">