ગુજરાતમાં કોરોનાના નવા 290 કેસ, 2ના મૃત્યુ, એક્ટિવ કેસ 3,719 થયા

|

Aug 15, 2022 | 9:41 PM

ગુજરાતમાં કોરોનાના( Corona) કેસમાં ઘટાડો થયો છે. જેમાં 15 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3719 થઇ છે.

ગુજરાતમાં કોરોનાના નવા 290 કેસ, 2ના મૃત્યુ, એક્ટિવ કેસ 3,719 થયા
Gujarat Corona case
Image Credit source: tv9 gfx

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાયો છે. જેમાં 15 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,719 થઈ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.84 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 635 દર્દીઓ સાજા થયા છે. આજે અમદાવાદમાં 105, વડોદરામાં 39, સુરતમાં 17, કચ્છમાં 17, ગાંધીનગરમાં 13, સુરત જીલ્લામાં 12, ભાવનગરમાં 8, ગાંધીનગરમાં 8, રાજકોટમાં 7, અરવલ્લીમાં 7, મહેસાણા-નવસારી-સાબરકાંઠામાં 6 કેસ, આણંદ-મોરબી-રાજકોટ જીલ્લામાં 5 કેસ, બનાસકાઠાં-પંચમહાલમાં 4 કેસ. ગીર સોમનાથ-વડોદરા જીલ્લામાં 2 કેસ, ભાવનગર-જામનગર-જૂનાગઢ જીલ્લામાં 1 કેસ નોંધાયા હતા. કોરોનાના કારણે આજે ગુજરાતમાં 2 લોકોના મોત થયા છે.

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Next Article