ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 07 ઓકટોબરના રોજ કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના 86 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 693 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જેમાં ગુજરાતમાં આજે નોંધાયેલા નવા કેસની પર નજર કરીએ તો અમદાવાદમાં 37,(Ahmedabad)સુરતમાં 16, વડોદરામાં 11, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 07, મહેસાણામાં 05, વલસાડમાં 04, રાજકોટ જિલ્લામાં 02, રાજકોટમાં 02, આણંદમાં 01, બનાસકાંઠામાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, ગાંધીનગરમાં 01, ખેડામાં 01, નવસારીમાં 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે.
દિવાળી જેવા તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.