Gandhinagar : પાર-તાપી રિવર લિંક યોજનાને પડતી મૂકવા આદિવાસી સમાજની ઉગ્ર રજૂઆત
પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે.
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના(Gujarat) સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક(Par-Tapi River Link project) મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનોએ(Tribal leaders) બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેમણે આ યોજનાને આદિવાસી સમાજના બહોળા હિતમા રદ કરવાની માંગ કરી હતી. જો કે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલી યોજનાને પડતી મુકવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી પડશે. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક આગેવાનોને ખાતરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ
પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે.લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાત ના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, પાર-તાપી-નર્મદા લિંકીંગ પ્રોજેક્ટ ના વિરોધમાં લડવા માટે પચ્ચીસ સભ્યોની એક મહત્ત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી છે અને ગામેગામ વિરોધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે.
પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે
જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.
2005માં કોંગ્રેસની સરકારમાં પાર તાપી રીવર લિંકીંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું
જેમાં ત્રણ મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન માટે જામલાપાડા ખાતે મળેલી શરૂઆતની પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આદિવાસી સમાજને આશ્વાસન આપતા જણાવ્યું હતુ કે 2005માં કોંગ્રેસની મનમોહનસિંહ સરકારમાં પાર તાપી રીવર લિંકીંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad: મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડાના યુવકે આપઘાત કર્યો
આ પણ વાંચો : Surat : હજીરામાં રેલવે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ, ઉદ્યોગ ગૃહોને લાભ કરાવવાનો આક્ષેપ