Ahmedabad : જુનિયર્સ રેસિડેન્ટ ડોકટરોની હડતાળનો ત્રીજો દિવસ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી

Ahmedabad : જુનિયર્સ રેસિડેન્ટ ડોકટરોની હડતાળનો ત્રીજો દિવસ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 2:08 PM

1 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં 123 ઓપરેશન કરવામાં આવ્યા હતા. હડતાળને કારણે આ ઓપરેશનની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં માત્ર 69 ઓપરેશનો જ થયા હતા.

Ahmedabad :  જુનિયર્સ રેસિડેન્ટ ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને ભારે હલાકાની સામનો કરવો પડી રહ્યો છે. જુનિયર્સ ડોક્ટરો ઓપીડી અને ઇમરજન્સી સેવાથી દુર રહેતા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. હડતાલથી અનેક ઓપરેશન અટવાઇ ગયા છે. અને દર્દીઓને ઓપરેશન માટે તારીખો આપવાની ફરજ પડી છે.

રેસિડેન્ટ ડોકટરોની હડતાલને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે. બીજે મેડિકલ કોલેજ, એનએચએલ મેડિકલ કોલેજ, સોલા GMERS મેડિકલ કોલેજ, એલજી, શારદાબેન અને જીસીએસ મેડિકલ કોલેજના બે હજારથી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે. હડતાલને સિવિલ હોસ્પિટલમાં 45 ટકા ડોક્ટરોની ઘટ ઉભી થઇ છે. ઓપીડી અને ઇમરજન્સીમાં 45 ટકા ડોકટરોની અછતને કારણે સારવાર માટે દર્દીઓને ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. દર્દીઓને સારવાર અને ઓપરેશન માટે તારીખો આપવામાં આવે છે. જે ઓપરેશન આજે થઈ શકે તેવા દર્દીઓને દસ દિવસ પછીની તારીખ આપવામાં આવે છે.

ઓપીડી જ નહીં પણ હડતાળની અસર ઓપરેશનો ઉપર પણ પડી છે. હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં મેજર અને માઇનોર સહિતના 50 ટકા ઓપરેશનો પાછળ ઠેલવા પડ્યા છે. 1 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં 123 ઓપરેશન કરવામાં આવ્યા હતા. હડતાળને કારણે આ ઓપરેશનની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં માત્ર 69 ઓપરેશનો જ થયા હતા. રેસિડેન્ટ તબીબો તેમની માંગને લઈને અડગ છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હડતાલ યથાવત રાખશે. હડતાલને કારણે ઓપીડી અને ઓપરેશન સિવાય ઇમરજન્સી સેવાઓ પર પણ અસર પડી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">