Gandhinagar : સચિવાલયમાં સરકારી કર્મચારીઓના દેખાવો, વિવિધ માગો સંદર્ભે કર્મચારીઓમાં નારાજગી

|

Oct 22, 2021 | 6:37 PM

વિવિધ પડતર માંગણીઓ જેવી કે NPS પ્રથા બંધ કરી, તમામ ખાતાકીય પરીક્ષાઓ સ્થગિત કરવી, ફિક્સ પગાર પ્રથા, કેન્દ્રના ધોરણે લાભો આપવા સહિતની પડતર માંગણીઓ અન્વયે કર્મચારીઓએ સૂત્રોચારો કર્યા.

રાજય સચિવાલય ખાતે વર્ગ-3 અને વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી નિમિત્તે કેન્દ્રના ધોરણે બોનસ ચૂકવવા માટે નાણામંત્રીને પણ પત્ર લખી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રજૂઆત કરાઇ છે. આ સિવાય પણ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે જુના સચિવાલય ખાતે કર્મચારીઓએ સૂત્રોચારો કરી વિરોધ નોંધાવ્યો હતો.

વિવિધ પડતર માંગણીઓ જેવી કે NPS પ્રથા બંધ કરી, તમામ ખાતાકીય પરીક્ષાઓ સ્થગિત કરવી, ફિક્સ પગાર પ્રથા, કેન્દ્રના ધોરણે લાભો આપવા સહિતની પડતર માંગણીઓ અન્વયે કર્મચારીઓએ સૂત્રોચારો કર્યા.

ફેડરેશન દ્વારા અગાઉ નાણા વિભાગનાં અધિક સચિવને પત્ર લખી રજૂઆત કરાઇ હતી. પરંતુ તે બાબતે કોઈ નિર્ણય નહીં આવતાં ફેડરેશન દ્વારા હવે રાજય નાણામંત્રીને પણ પત્ર લખી રજૂઆત થઇ છે.

દિવાળી નજીક છે. દર વર્ષે સરકાર દ્વારા તહેવારોમાં વર્ગ – 3/4 નાં કર્મચારીઓને તહેવાર પેશગી ચૂકવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તહેવાર પેશગી આપી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ગ – 3 અને 4 નાં કર્મચારીઓને દિવાળી નિમિત્તે બોનસ પણ આપવું તેમજ આ વર્ષે દિવાળીના તહેવારોની શરૂઆત ચોથી નવેમ્બરથી થવાની છે. ત્યારે વર્ગ 3 અને 4 નાં કર્મચારીઓને દિવાળી નિમિતે રૂ. 7 હજારની મર્યાદામાં બોનસ ચુકવવા જાહેર કરાયું છે. જેથી આ બોનસ સત્વરે ચૂકવી આપવા ફેડરેશન દ્વારા રજૂઆત કરાઈ છે.

 

આ પણ વાંચો  : Anand: NRIના મકાનમાં ચોકીદારની હત્યાનો ભેદ દોઢ માસ બાદ ઉકેલાયો, જાણો કેવી રીતે પોલીસને મદદરૂપ થયા બાતમીદારો અને ઝડપાયા આરોપી

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન? રાહુલ ગાંધી સાથે સિનિયર નેતાઓની બેઠક, 26 ઓક્ટોબરે નવું માળખું જાહેર થવાની શક્યતા

Published On - 6:09 pm, Fri, 22 October 21

Next Video