Gandhinagar : ધોળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 11, 2021 | 3:32 PM

Gandhinagar : પૌરાણિક Dholeshwar Mahadev મંદિરે સવારથી જ શિવભક્તો ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Gandhinagar : ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવ (Dholeshwar Mahadev)નો ઇતિહાસ પેશ્વાના સમયનો છે. ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજવામાં આવે છે. જ્યારે શ્રાવણ મહિનામાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે. ધોળેશ્વર ભગવાન અને ગુજરાતના કાશી વિશ્વનાથની ઉપમા અપાય છે.

Gandhinagar ના ધોળેશ્વર મહાદેવ  મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અહીં સવારથી જ શિવભક્તો ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. Gandhinagar શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓથી આવેલા શિવભક્તોએ આજના દિવસે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

g clip-path="url(#clip0_868_265)">