AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ ની ભરતી થશે.

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 11, 2023 | 5:10 PM
Share

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ ની ભરતી થશે.

સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટ ની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. આ અરજી તારીખ 2 ડિસેમ્બર મોડી રાત્રિના 12:00 વાગ્યા સુધી કરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ હશે.

વધુમાં, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબધ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂર્ણ થઇ શકે તેમજ પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઇ શકે તે હેતુથી પ્રવર્તમાન પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા પધ્ધતિનાં બીજા તબક્કાની કોમ્પયુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા કરવામાં આવતી ભરતી માટે નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવાનું આથી ઠરાવવામાં આવે છે.

બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવેથી બે તબક્કામાં લેવામાં આવશે.પ્રથમ તબક્કામાં તાર્કિક અને ગાણિતીક એમ 60 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહ અને ભાષાના 30 માર્ક્સ રહેશે. તથા સંબંધિત વિભાગ, ઉપયોગિતાના મળીને 120 માર્કસ મળીને કુલ 150 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.એટલે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 60 માર્ક્સ અને બીજા તબક્કાની 150 માર્ક્સ એમ કુલ 210 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">