AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : CM રૂપાણીએ જેલની અવનવી વાતો અંગેનું પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન”નું લોકાર્પણ કર્યું

જેલ-ઈતિહાસ અને વર્તમાન : મુખ્યપ્રધાને કહ્યું કે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં સારી રીતે ઊજાગર કરશે.

GANDHINAGAR : CM રૂપાણીએ જેલની અવનવી વાતો અંગેનું પુસ્તક જેલ-ઈતિહાસ અને વર્તમાનનું લોકાર્પણ કર્યું
Gandhinagar : Chief Minister Vijay Rupani unveiled the book "Prison-History and Present"
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 3:41 PM
Share

GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન”નું ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં વિમોચન કર્યુ હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પુસ્તકનું વિમોચન કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે જેલ અંગે જે સામાન્ય માન્યતા અને ધારણાઓ લોકોમાં છે તેની સામે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં સારી રીતે ઊજાગર કરશે.

જેલોના ADG ડૉ. કે. એલ. એન રાવે લખ્યું છે આ પુસ્તક મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાનની ગાથા-કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન” નું વિમોચન કર્યુ. આ પુસ્તક જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવે લખ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે ડૉ. કે. એલ. એન. રાવ ના પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’ થી જેલના ઇતિહાસની આઝાદી જંગના વીરોના જેલવાસની રોમાંચક વાતો-રસપ્રદ તવારિખ લોકો સુધી પહોચશે.

આ સાથે જ મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યની જેલો ગૂનેગારોને સુધારવા માટેની પ્રવૃત્તિ કેન્દ્રો બની છે ત્યારે સંશોધન કારો માટે અને જેલોનું વાતાવરણ-જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોઉપયોગી બનાવવામાં આવાં પુસ્તકો ભવિષ્યમાં માર્ગદર્શક બનશે.

શ્રીકૃષ્ણનો જેલમાં જન્મ, સાવરકરના જેલવાસનો ઉલ્લેખ કર્યો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. એટલું જ નહિ, આઝાદી કાળ દરમ્યાન અનેક નેતાઓએ જેલવાસના સમયનો સદુપયોગ કરીને આઝાદી સંગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ કર્યુ હતું. મુખ્યપ્રધાને વીર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં કારાવાસ દરમ્યાન રાષ્ટ્રપ્રેમ સભર કવિતાઓની રચના કરી જન-જનમાં આઝાદીની લડતનો ઇતિહાસ ગૂંજતો કર્યો હતો તેનું પણ આ સંદર્ભમાં સ્મરણ કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જેમ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાની સંભાવનાઓ પડેલી છે તે ઊજાગર થવી જોઇએ.

 Gandhinagar : Chief Minister Vijay Rupani unveiled the book "Prison-History and Present"

મુખ્યપ્રધાને સ્કોચ એવોર્ડ સર્ટિફિકેટ અર્પણ કર્યું કોરોના મહામારી દરમ્યાન રાજ્યની જેલોમાં કેદીઓમાં કોરોના પ્રિવેન્શન, માસ્ક-સેનિટાઇઝરના સ્વયં ઉત્પાદનથી આત્મનિર્ભરતા અને કોમ્યુનિકેશન નેટવર્ક અને કેદી સુધારણા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા અંગેનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ દેશમાં એકમાત્ર ગુજરાતને મળ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સ્કોચ એવોર્ડ સર્ટીફિકેટ પણ આ અવસરે રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવને અર્પણ કર્યો હતો.

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">