Gandhinagar : શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર

|

Nov 27, 2021 | 2:51 PM

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછવામાં આવશે. અને, જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે.

નોંધનીય છેકે 29.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છેકે વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો છે. કોરોનાની સ્થિતિને લઇને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે.

અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા બે વરસથી કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર શિક્ષણને પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ન રહે તે માટે શિક્ષણ વિભાગે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ તમામ વચ્ચે રાજયની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય તો રાબેતામુજબ શરૂ થઇ ગયું છે. અને વિદ્યાર્થીઓ પણ હવે હોંશેહોંશ અભ્યાસ કરવામાં મશગુલ બન્યા છે.

 

આ પણ વાંચો : વડોદરાથી ચોરી કરવા અમદાવાદ આવતી ગેંગનો પર્દાફાશ, 3 ગુનાનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચો : Surat : ગાર્ડનની જાળવણી પાછળનું ભારણ વધતા કોર્પોરેશન હવે બે મોટા બગીચા PPP ધોરણે આપશે

Published On - 2:35 pm, Sat, 27 November 21

Next Video