ગેસ સિલિન્ડરના ભાવ વધારા વચ્ચે ગ્રાહક સાથે છેતરપિંડી, ગ્રાહકને પધરાવાયો સિલપેક ખાલીખમ ગેસ સિલિન્ડર

|

Oct 11, 2021 | 5:45 PM

મહત્વનું છે કે હાલમાં તહેવારનો સમય ચાલી રહ્યો છે. અને સાથે મોંઘવારી. જે સમયે આવી ઘટના બને તો ગેસ સિલિન્ડર પૂરો થવા પર અને કાયદાકીય પ્રક્રિયાને લઈને નવો સિલિન્ડર ન મળે ત્યાં સુધી ઘરમાં રાંધવું શુ તે પ્રશ્ન સર્જાય છે.

ગેસ સિલિન્ડરના ભાવ વધારા વચ્ચે ગ્રાહક સાથે છેતરપિંડી, ગ્રાહકને પધરાવાયો સિલપેક ખાલીખમ ગેસ સિલિન્ડર
Fraud with customer amid gas cylinder price hike, customer slapped Silpack Khalikham gas cylinder

Follow us on

જો તમારા ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન હોય તો જરા વજન કરીને ગેસ સિલિન્ડર લેજો. કેમ કે અત્યાર સુધી તમે ગેસ સિલિન્ડરમાં કેટલાક પ્રમાણમાં ગેસ ઓછો આવતા હોવાનું સાંભળ્યું કે જોયું હશે. પણ શહેરમાં એક કિસ્સો એવો સામે આવ્યો કે જેમાં પુરે પૂરો સિલિન્ડર ખાલી ગ્રાહકને પધરાવી દીધો. પછી શુ મામલો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ સુધી પહોંચ્યો.

આ વાત કહેવા કોઈ અતિશયોક્તિ નથી કે હાલમાં કોઈ નાગરિક પરેશાન નથી. પણ જ્યારે તેની સાથે આંખોદેખી રીતે છેતરપિંડી થાય તો. આવો જ એક કિસ્સો સામે આવ્યો દિલ્હી દરવાજા પાસે ભોંયવાળામાં રહેતા એક પરિવાર સાથે. મહેશ શ્રીમાળી નામની વ્યક્તિએ પોતાના ઘરે ગેસ સિલિન્ડર પુરો થવા આવતા સિલિન્ડર નોંધાવ્યો. જે નોંધાયેલ સિલિન્ડર તેમના ઘરે ડિલિવરી મેન આપવા પહોંચ્યો. પણ સીલ પેક ખાલી સિલિન્ડર કર્મચારી આપીને પધરાવી જતો રહ્યો. જે સિલિન્ડર ખાલી હોવાની જાણ થતાં ગ્રાહકે એજનસીમાં ફરિયાદ કરી. પણ ત્યાં યોગ્ય જવાબ નહિ મળતા ગ્રાહક મહેશ શ્રીમાળીએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના દરવાજા ખખડાવ્યા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ગ્રાહક મહેશ શ્રીમાળીએ ફરિયાદ કરતા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગેસ એજન્સીને નોટિસ મોકલી ઘટના મામલે જવાબ માંગ્યો. તેમજ અત્યાર સુધી ગેસ સિલિન્ડરમાં ઓછા ગેસ મળતો હોવાની ફરિયાદ અનેક મળતી પણ આ પ્રકારની ફરિયાદ કે જેમાં પૂરો ગેસ સિલિન્ડર ખાલી હોય તે આપ્યા હોવાની પહેલી ફરિયાદ મળી હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું. જે અંગે તેઓએ અન્ય લોકોને પણ આ પ્રકાર નો ફરિયાદ કરવા પર 501 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરીને ગ્રાહક જાગૃત બને અને તે છેતરાય નહિ તેમ જણાવ્યું.

મહત્વનું છે કે હાલમાં તહેવારનો સમય ચાલી રહ્યો છે. અને સાથે મોંઘવારી. જે સમયે આવી ઘટના બને તો ગેસ સિલિન્ડર પૂરો થવા પર અને કાયદાકીય પ્રક્રિયાને લઈને નવો સિલિન્ડર ન મળે ત્યાં સુધી ઘરમાં રાંધવું શુ તે પ્રશ્ન સર્જાય છે. અને તેમાં પણ ઇંધનના ભાવમાં વધારા સાથે ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને છે. જે આસમાને પહોંચેલા ભાવ આપવા છતાં પણ તેની સામે ગ્રાહકને પૂરતી સર્વિસ ન મળે ત્યારે ગ્રાહક સાથે સીધી છેતરપિંડી થાય અને ગ્રાહકે હેરાન થવાનો વારો આવે. ત્યારે જરૂરી છે કે વિવિધ એજન્સીઓ ધ્યાન રાખે. તેમજ ગ્રાહક ગેસ સિલિન્ડર લે ત્યારે તોલીને સિલિન્ડર લે જેથી તેને હેરાન થવાનો વારો ન આવે.

 

Next Article