
ગેરકાયદેસર વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે કાંતો બંધક બનાવાતા હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વિદેશ જવા ઈચ્છતા ગુજરાતીઓ સાથે વધુ એક વખત આવી ઘટના બની છે. ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના 3 યુવક અને મહિલાને બંધક બનાવાયા હતા. યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને છોડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંધક બનાવાયેલા તમામ લોકો હાલ દિલ્લી પહોંચ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. માણસાના 3 યુવક અને 1 મહિલા 19 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા.ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઈરાનના તેહરાનથી 4 ગુજરાતીઓનું અપહરણ કરીને ગોંધી રાખ્યા હતા. બાબા ખાન નામની વ્યક્તિએ અપહરણ કરી 2 કરોડની ખંડણી માગી હતી. સરકારના પ્રયાસોથી તમામ બંધકો મુક્ત કરવામાં આવ્યા છે.
Four Gujaratis traveling to Australia via Dunki route freed after being held hostage#Gandhinagar #Bapupura #Hostage #IllegalMigration #Gujarat #TV9Gujarati pic.twitter.com/8qPRSzKK5e
— Tv9 Gujarati (@tv9gujarati) October 28, 2025
ઉલ્લેખનીય છે કે માણસાના બાપુપુરા ગામના યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. યુવકો છોડવા માટે આજીજી કરતા હોય અને નાણાં ચૂકવવા ભરોસો આપતા હોય તેવું વીડિયોની વાતચીતમાં સાંભળવા મળ્યું. 1 મહિલા સહિત 3 યુવકો થર્ડ પાર્ટી એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જતા હતા. તેમને દિલ્લીથી બેંગકોક અને દુબઇ થઇને ઇરાનનાં તહેરાનમાં આવેલા એરપોર્ટ પર લઇ જવાયા હતા. તહેરાનમાં આ ત્રણેયને હેલી હોટલમાં રાખીને એજન્ટે નાણાની માગ કરી હતી. ઇરાનનો બાબા નામનાં શખ્સે તેમને ગોંધી રાખ્યા હતા.
સમગ્ર મામલે બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું કે, દિલ્લીનો એજન્ટ ત્રણેય લોકોને ઓસ્ટ્રેલિયા લઈ જવાનો હતો. પરંતુ, તહેરાન એરપોર્ટ બહાર તેમનું અપહરણ થઈ ગયું.તેમનો પરિવાર અપહરણકારોએ માગેલી ખંડણી આપી શકે તેમ ન હોવાથી.સરકાર ઝડપી તેઓએ સહીસલામત પાછા લાવે તેવી માગ કરી છે. ત્યારે ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોનો છોડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સાંજ સુધી 4 ગુજરાતીઓ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.
Published On - 12:40 pm, Tue, 28 October 25