Ahmedabad મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરાયા, પાંચ ઓગષ્ટના રોજ યોજાશે ઇલેક્શન

|

Jul 22, 2021 | 5:51 PM

એએમસીદ્વારા સ્કૂલ બોર્ડની ચૂંટણીનું આયોજન કરાયું છે. જેમાં કુલ 12 સભ્યો માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી યોજાશે.

Ahmedabad મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરાયા, પાંચ ઓગષ્ટના રોજ યોજાશે ઇલેક્શન
Ahmedabad Municipal School Board elections elections will be held on August Five

Follow us on

અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવિધ કમિટીઓ રચવામાં આવી. જેને થોડો સમય પસાર થયા બાદ હવે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થવા આવી. જેને લઈને એએમસીદ્વારા સ્કૂલ બોર્ડની ચૂંટણી(Election) નું આયોજન કરાયું છે. જેમાં કુલ 12 સભ્યો માટે આગામી 5 ઓગષ્ટના રોજ  ચૂંટણી યોજાશે. જેને લઈને 22 જુલાઈએ એએમસી ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભરાયા.

સ્કૂલ બોર્ડમાં કુલ 15 સભ્યો હોય છે. જેમાં ભાજપ સતાપક્ષ પર હોવાથી 11 સભ્યો, જ્યારે કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ ચૂંટાઈને આવતા. જોકે આ વખતે aimimના પણ ઉમેદવાર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા છે.જેથી આ વખતે ભાજપ અને કોંગ્રેસ સાથે aimim એ પણ સ્કૂલ બોર્ડ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એટલે કે 12 જગ્યા સામે ભાજપના 11 કોંગ્રેસમાંથી એક અને aimim માંથી એક ઉમેદવાર એમ કુલ 13 ફોર્મ ભરાયા છે.

13 ઉમેદવારોએ ફોર્મ ભરીને મેયર કિરીટ પરમારને સોંપવામાં આવ્યા. જ્યાં મેયર કિરીટ પરમારે ચૂંટણી પ્રક્રિયાની જેમ પ્રક્રિયા કરવા જણાવ્યું હતું. સાથે જ આ વખતે aimim પણ હોવાથી 12 સ્થળ સામે 13 ફોર્મ ભરાયા હોવાનું પણ મેયર કિરીટ પરમારે જણાવ્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે 22 જુલાઈએ ફોર્મ ભરાયા છે. જે બાદ 29 જુલાઈએ ફોર્મની ચકાસણી થશે. જ્યાં ફોર્મમાં ક્ષતિ આવતા અમાન્ય પણ ઠરી શકે છે. અને બાદમાં ઓગષ્ટના રોજ ચૂંટણી યોજાશે અને તે જઓગષ્ટના રોજ સાંજે પરિણામ પણ જાહેર કરી દેવાશે. જે વચ્ચે ફોર્મ જે રીતે ચૂંટણીમાં પરત ખેંચાય તે રીતે આ ચૂંટણીમાં પણ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા રખાઈ છે. જે તમામ ઉમેદવારનું ભાવિ 192 કોર્પોરેટરના મત નક્કી કરશે કે સ્કૂલ બોર્ડ ની ચૂંટણીમાં કોણ ઉમેદવાર કેટલા વોટ સાથે ચૂંટાઈને આવે છે.

ક્યાં ઉમેદવારે ભર્યા ફોર્મ….. 

ભાજપના 11 ઉમેદવાર.
1 વિપુલ સેવક
2 ડો. સુજય મહેતા
3 નવીન પટેલ
4 ઘનશ્યામ પટેલ
5 મુકેશ પરમાર
6 અભય વ્યાસ
7 જીગર શાહ
8 અમૃત રાવલ
9 યોગીની પ્રજાપતિ
10લીલાધર ખડકે
11 સુરેશ કોરાણી

તો કોંગ્રેસમાંથી કિરણ ઓઝા અને aimim માંથી શરીફ ખાન દૂધવાળાએ ફોર્મ ભર્યું છે.

આ પણ વાંચો :  વૈષ્ણો દેવી સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ફરીથી કરાઈ શરૂ, આ વિશે જાણો તમામ વિગતો

આ પણ વાંચો :  Indian Flag: ભારતમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજની કરવામાં આવી હતી પસંદગી, જાણો રાષ્ટ્રધ્વજમાં કેવા કેવા કરાયા હતા ફેરફાર

Next Article