Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડગામના પૂર્વ ધારાસભ્યના ‘કેસરિયા’? ભાજપમાં જોડાયા પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી

વડગામના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા કેસરી ખેસ પહેરી લીધો છે. ભાજપમાં જોડાયા પહેલા તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કોંગી ધારાસભ્ય મણિભાઈ વાઘેલા નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

વડગામના પૂર્વ ધારાસભ્યના 'કેસરિયા'? ભાજપમાં જોડાયા પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી
Former MLA of Vadgams Saffron? Before joining BJP met PM Modi
Follow Us:
| Updated on: Apr 02, 2022 | 1:07 PM

વડગામના પૂર્વ ધારાસભ્ય (MLA) મણિભાઈ વાઘેલા (Manibhai Vaghela) કેસરી ખેસ પહેરી લેશે. ભાજપ (BJP) માં જોડાયા પહેલા તેમણે પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી. 35 વર્ષ સુધી કોંગ્રેસ (Congress) માં સેવા આપનાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય એવા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણિ વાઘેલા કેસરિયા કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ મણિભાઇએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે ટૂંકા રાજકીય સન્યાસ બાદ, હવે તેઓએ કેસરિયા કરવાનો નિર્ણય કર્યો છે. કેસરિયા કરતા પહેલા મણિભાઇએ દિલ્લીમાં પીએ મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

મણિભાઇના રાજકીય અનુભવની વાત કરીએ તો તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી મણિભાઇએ કોંગ્રેસ માટે સેવા આપી. છે અને 2012માં ભાજપના કેબિનેટ પ્રધાનને હરાવીને વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષ પલટાની મોસમમાં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેનાર મણિભાઇની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લીધી હતી અને દિલ્લી બોલાવી સન્માન કર્યું હતું.

જોકે પાર્ટીના વચન છતાં તેઓને 2017માં વડગામ બેઠક પર મેન્ડેટ ન આપ્યું. છતાંય તેઓ પક્ષને વફાદાર રહ્યા અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. જોકે સતત અવગણના અને પ્રદેશ નેતાગીરીથી નારાજ થતાં 2021માં તેઓએ કોંગ્રેસને રામ રામ કહી દીધા હતા.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

આ પણ વાંચોઃ  ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ, અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીનું બધું ફોકસ હવે ગુજરાત પર, કેજરીવાલ અને ભગવત માન અમદાવાદ પહોંચ્યા, બે દિવસ રાજ્યમાં જ રહેશે

g clip-path="url(#clip0_868_265)">