સુરતમાં વાહનોનું ટોઈંગ કરવા ટ્રાફિક પોલીસ નિકળી હતી અને માર ખાવો પડ્યો, મોપેડ નીચે પડી જતા જાહેરમાં મારામારીના દૃશ્ય સર્જાયા

|

May 11, 2019 | 11:12 AM

સુરતમાં બાઈક ટોઇંગ દરમિયાન મોપેડ નીચે પડી જતાં લોકોએ હોબાળો મચાવ્યો, ટ્રાફિક પોલીસ ચોકી સામે જ પોલીસના કર્મચારીઓ સાથે છૂટ્ટાહાથની મારામારી ડાયમંડ સિટી સુરતમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમા આ વખતે પોલીસને માર ખાવાનો સમય આવ્યો છે. વરાછામાં ટ્રાફિક પોલીસ ચોકી સામે મારામારી થઈ હતી. બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસો સાથે લોકોએ મારામારી કરી […]

સુરતમાં વાહનોનું ટોઈંગ કરવા ટ્રાફિક પોલીસ નિકળી હતી અને માર ખાવો પડ્યો, મોપેડ નીચે પડી જતા જાહેરમાં મારામારીના દૃશ્ય સર્જાયા

Follow us on

સુરતમાં બાઈક ટોઇંગ દરમિયાન મોપેડ નીચે પડી જતાં લોકોએ હોબાળો મચાવ્યો, ટ્રાફિક પોલીસ ચોકી સામે જ પોલીસના કર્મચારીઓ સાથે છૂટ્ટાહાથની મારામારી

ડાયમંડ સિટી સુરતમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમા આ વખતે પોલીસને માર ખાવાનો સમય આવ્યો છે. વરાછામાં ટ્રાફિક પોલીસ ચોકી સામે મારામારી થઈ હતી. બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસો સાથે લોકોએ મારામારી કરી હતી. ટ્રાફિક ક્રેનમાંથી ટુ વ્હિલર નીચે પડી જતાં હોબાળાની શરૂઆત થઈ હતી. બાદમાં સ્થિતિ વધુ વણસી હતી. પહેલા ટોઈંગ કરનાર કર્મચારીને સ્થાનિકોએ માર માર્યો હતો.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટોઇંગ કરનાર કોન્ટ્રાક્ટ કંપનીના માણસોએ પણ એક વ્યક્તિને માર માર્યો હતો. એક તબક્કે બન્ને પક્ષે ઉગ્ર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વરાછાના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જો કે બાદમાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. મારામારીની આ ઘટનામાં એક વ્યકિતની અટકાયત કરાઈ છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે ઉગ્ર બની રહી છે. ત્યારે ટ્રાફિકને લઈને ટસલ સર્જાવી હવે સુરતવાસીઓ માટે કોઈ નવી વાત નથી રહી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article