ભાજપની ગાંધી યાત્રામાં કેમ બાળકોને રાખવા પડયા હાજર, સંગઠનમાં સંકલનનો અભાવ કે, હોદ્દેદારો નિષ્ક્રીય?

|

Nov 18, 2019 | 5:24 PM

અત્યાર સુધી સરકારી કાર્યક્રમોમાં વિવિધ સરકારી શાળાના વિદ્યાર્થીની હાજરી જોવા મળતી હતી. ત્યારે હવે પ્રાઇવેટ સ્કૂલના બાળકોને પણ કાર્યક્રમોમાં લાવવામાં આવી રહ્યા છે. જોકે, આ કાર્યક્રમ કોઈ સરકારનો ન હતો. પરંતુ રાજકીય પક્ષની ગાંધી યાત્રા હતી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભાજપ દ્વારા યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાની આમ તો યાત્રાનો […]

ભાજપની ગાંધી યાત્રામાં કેમ બાળકોને રાખવા પડયા હાજર, સંગઠનમાં સંકલનનો અભાવ કે, હોદ્દેદારો નિષ્ક્રીય?

Follow us on

અત્યાર સુધી સરકારી કાર્યક્રમોમાં વિવિધ સરકારી શાળાના વિદ્યાર્થીની હાજરી જોવા મળતી હતી. ત્યારે હવે પ્રાઇવેટ સ્કૂલના બાળકોને પણ કાર્યક્રમોમાં લાવવામાં આવી રહ્યા છે. જોકે, આ કાર્યક્રમ કોઈ સરકારનો ન હતો. પરંતુ રાજકીય પક્ષની ગાંધી યાત્રા હતી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભાજપ દ્વારા યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાની આમ તો યાત્રાનો આજે બીજો દિવસ હતો. ઘાટલોડિયાથી યાત્રા શરૂ થઈ હતી. જો કે, યાત્રામાં જોડાનારા કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો કે, શુભેચ્છકોને સંખ્યા એટલી ઓછી હતી કે, એક શાળાના વિદ્યાર્થીઓને રેલીમાં જોડવામાં આવ્યા.

આ પણ વાંચોઃ રાજ્યમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે મુખ્ય સચિવ જે.એન સિંઘની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો કે, બાળકો જે રીતે ગણવેશમાં તેમજ બેન્ડ તથા વિવિધ સાધનો સાથે સજ્જ થઈને કદમતાલ કરતા હતા. તેના પરથી જ એવું લાગ્યું કે આજની સંકલ્પ યાત્રામાં સંખ્યા નહીં થઈ શકે તેવી જાણે પક્ષને પહેલેથી જ ઝાડ હતી અને કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ઓછી સંખ્યા પર કોઈનો ધ્યાન ન જાય તેની માટે પહેલાથી જ શાળાના સંચાલકો સાથે વાત કરી વિદ્યાર્થીઓને હાજર રહેવાનું સૂચન આપવામાં આવ્યું હોય ગાંધીયાત્રામાં બાળકો જોડાયા કે, ગાંધી વિચાર મૂલ્ય બાળકો સુધી પહોંચે તેમના જીવનમાં ઉતરે તેમાં કંઈ જ ખોટું નથી. પરંતુ કોઈ રાજકીય પક્ષની યાત્રાને સફળ બનાવવા માટે બાળકોનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે તે એક સવાલ છે.

આમ તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ હતો. જો કે આ યાત્રામાં હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની પાંખી સંખ્યા જોવા મળી. પરંતુ આ પાંખી સંખ્યાની બાદબાકી કરવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને રેલીમાં હાજર રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ત્રિપદા સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં રેલીમાં હાજર રાખવામાં આવ્યા હતા.

ભાજપ સરકાર તથા સંગઠન દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જેના ભાગરૂપે તમામ સાંસદોને પોતાના મતવિસ્તારમાં 150 કિમી પદયાત્રા કરવાનો કાર્યક્મ ઘડયો હતો. જે અનુક્રમે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ 17 નવેમ્બરથી યાત્રાનો પ્રારંભ કરાયો છે. જો કે યાત્રાના પ્રથમ દિવસથી જ યાત્રા સાથે વિવાદો સંકળાયા છે.  પ્રથમ દિવસે યાત્રાનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કરાવ્યો હતો. સાથે જ કાર્યક્રમના સ્ટેજ પર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા પ્રોટોકોલ પર નજર કરીએ તો, કોઈપણ અધ્યક્ષ કોઈપણ રાજકીય પક્ષના જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકે નહીં.

જો કે વિવાદ થતાં અધ્યક્ષ દ્વારા કોઈ પણ પ્રકારના ભાષણ આપવામાં આવ્યું નહોતું. સાથે જ યાત્રાને પ્રસ્થાન કરાવી રવાના થયા હતા. મહત્વનું છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિત શાહ છે. જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની સાથે સાથે દેશના કેન્દ્રિય ગૃહમંત્રી પણ છે. સતત કામગીરીને લઈ પોતાના મતવિસ્તારમાં રેલી દરમિયાન પ્રત્યક્ષ હાજરી આપવી એ શક્ય ન હતું અને જેથી પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રેલી યોગ્ય રીતે થાય તેની જવાબદારી લેવામાં આવી હતી. જોકે, રેલીના બીજા જ દિવસે પાંખી સંખ્યાના કારણે મોટો ફિયાસ્કો થયો.

તો સાથે જ ઘાટલોડીયા વિધાનસભા ક્ષેત્રમાંથી રેલીનો પ્રારંભ થયો હતો. ત્યારે એક સમયની આનંદીબેન પટેલનું મતક્ષેત્ર અને આજે પણ ઘાટલોડિયા એ પાટીદારોનો ગઢ હોવા છતાં રેલીની પાંખી હાજરી રહેવાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ વાતની નોંધ પ્રદેશ ભાજપ સ્તર સુધી તેમજ સરકારમાં પણ લેવામાં આવી છે. શહેર ભાજપની ટીમને બાળકોને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખવા માટે ઠપકો પણ આપવામાં આવ્યો છે. તો સાથે-સાથે કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોની પાંખી હાજરીને લઈને પણ ઠપકો અપાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે મીડિયા સમક્ષ ભાજપના નેતા હોય તે ત્રિપદા સ્કૂલના સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓ હોય તેમણે બાળકોની ઉપસ્થિતિને લઈને ગોળ-ગોળ જવાબ જ આપ્યા છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને ગાંધી મુલ્યો તેમના જીવનમાં ઉતરે તેમની માટે રેલીનો ભાગ બનાવવામાં આવ્યો છે. તો મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું કે, આ રેલી માત્ર પક્ષની નથી પરંતુ અનેક સામાજિક સંગઠનને પણ જોડવાનો એક પ્રયાસ છે. અને બાળકો રેલીમાં જોડાયા તો વિચારો ઝડપથી સમાજમાં પહોંચી શકે છે. આ મામલે Tv9ની ની ટીમે તમામ સ્કૂલના સંચાલક અર્ચિત શાહ સાથે પણ વાત કરી. ત્યારે તેમણે પણ નિવેદન આપ્યું કે, જ્યારે ગાંધી વિચારોને લઈને યાત્રા નીકળતી હોય ત્યારે તેમાં વિદ્યાર્થીઓ સહભાગી થાય તો તે તેમના ભવિષ્ય માટે ઉપયોગી છે. સવાલ એ ઊભો થાય છે કે, જો ગાંધી વિચારોની જ વાત હોય તો શા માટે શાળા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં ન આવ્યું. કેમ રાજકીય પક્ષની રેલીમાં બાળકોને હાજર રાખવામાં આવ્યા તેનાથી પણ નવાઈ પમાડે તેવી વાત એ છે કે પાંચ કિલોમીટર સુધી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં રેલીમાં કદમતાલ કરી બાળકોના હાથમાં ગાંધીના વિચારોના બેનર અને સ્પીકર જ જોવા મળ્યા.

પરંતુ આ રેલીના આયોજકો દ્વારા પાંચ કિલોમીટર ચાલનારા બાળકો માટે ન પાણીની વ્યવસ્થા કરી, ન કોઈ સોફ્ટ ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી. કેમ કે, તમામનું ધ્યાન માત્ર રેલીને જ સફળ બનાવવાનું જ હતું. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, યાત્રા દરમિયાન જોડાયેલા કેટલાક પદાધિકારીઓ માટે પાણીની બોટલો આવી, પરંતુ બાળકો કોઈને યાદ રહ્યા નથી. નવાઈની વાત એ પણ છે કે, ઘાટલોડીયા વિધાનસભામાં દસ હજારથી વધુ કાર્યકરો ભાજપના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘાટલોડીયા વિધાનસભા એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સતત ભાજપની જીત વિધાનસભામાં થઈ છે. ભાજપના મેમ્બરશીપ અભિયાનમાં પણ બે હજારથી વધુ નવા સક્રિય સભ્યો નોંધાયા હોવાના આંકડા છે. તેમ છતાં આ વિધાનસભામાંથી નીકળેલી રથયાત્રામાં પદાધિકારીઓ કાર્યકર્તાઓ તથા શહેર સંગઠન પાંખી હાજરી અનેક સવાલો ઉભા કર્યા છે.

છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં ભાજપને કોઈ પણ કાર્યક્રમમાં સંખ્યા 1થી કરવામાં ફાંફાં પડી રહ્યા છે. આ મામલે હંમેશા પ્રદેશ સંગઠન તરફથી ટકોર પણ કરવામાં આવતી હોય છે. જોકે શેઠની શિખામણ માત્ર જાપા સુધી હોય તેવું વર્તન શહેર સંગઠન દ્વારા થઈ રહ્યું હોય તેવું લાગે છે. સવાલ એ પણ ઊભો થાય છે કે જો કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ રાજનીતિના ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો, અન્ય સંસદીય વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે. કેન્દ્ર તરફથી જ્યારે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેની પાછળનો ઉદ્દેશ ગાંધી વિચારોને લોકો સુધી પહોંચાડવાનો તો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાથે જ આ માધ્યમથી ભાજપના સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો તથા હોદ્દેદારો પ્રજા સુધી સંપર્કમાં રહે સંપર્ક શકાય તે પણ હતો. માત્ર ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવાનું ન હતું. પરંતુ આ રેલીમાં પ્રજા પણ જોડાય, વિવિધ સંસ્થાઓ જોડાય, સામાજિક આગેવાનો જોડાયા તે રીતે આયોજન કરવાનો સૂચન કરવામાં આવ્યો હતું. પરંતુ શહેર ભાજપ દ્વારા આ તમામ સૂચનોનો જાણે કે ઉડાડી દેવામાં આવી અને આખો કાર્યક્રમ માત્ર એક માર્કની જેમ કરવામાં આવ્યો તેની ગંભીર નોંધ પણ લેવામાં આવી છે. ત્યારે જોવાનું એ છે કે, આગામી દિવસમાં આ કાર્યક્રમમાં થયેલા અભ્યાસના કેવા પડઘા પડશે.

Next Article