સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

|

Feb 05, 2020 | 3:57 AM

સુરતમાં માત્ર 12 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધુ. વિદ્યાર્થિની કામરેજના કોસમાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તે શાળાએ ભણવા ગઈ હતી. શાળાએથી આવીને તેણે દફ્તર મુક્યુ અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વિદ્યાર્થિની પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેને ક્લાસના વિદ્યાર્થીઓ એવું કહીને ડરાવતા હતા કે શિક્ષક […]

સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

Follow us on

સુરતમાં માત્ર 12 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધુ. વિદ્યાર્થિની કામરેજના કોસમાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તે શાળાએ ભણવા ગઈ હતી. શાળાએથી આવીને તેણે દફ્તર મુક્યુ અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વિદ્યાર્થિની પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેને ક્લાસના વિદ્યાર્થીઓ એવું કહીને ડરાવતા હતા કે શિક્ષક તેને મારશે. આ ડર જ તેના મન પર એટલો હાવિ થઈ ગયો કે તેણે અંતિમ પગલું ભરી લીધુ.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સોમવારે 13 વર્ષની સુહાની રાઠોડને પેટમાં દુખાવો થતો હતો. જેથી તેણે શાળામાં રજા પાડી હતી. મંગળવારે દંપતિ મજૂરી કામે ગયા હતા. બપોરના 12:15 વાગે ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી 12 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતાને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા. પલંગ પરથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં ટીચર મારવાના છે, તેમ કહીને બીજા વિદ્યાર્થીઓ ખીજવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ આગળ હાથ ધરી છે. કોસમાડા ગામે સરદાર આવાસ ફળીયામાં રહેતા અનિલભાઇ હસુભાઇ રાઠોડ અને પત્ની સોનલબેનની દીકરી સુહાની ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બીજીતરફ નાની ઉંમરમાં જ વિદ્યાર્થિનીએ ડરથી કરી લીધેલા આપઘાતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં એવા કયા શિક્ષક છે, જેનાથી માસૂમ બાળકો ડરે છે? શાળામાં બાળકો માટે કેમ ઉભો કરાય છે ભયનો માહોલ? કામરેજના કોસમાડા ગામના વિદ્યાર્થીઓ ક્યારે થશે ભયમુક્ત? શું અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો? શું રજા પાડતા વિદ્યાર્થીઓને થતી હતી આકરી સજા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article