VIDEO: ગુજરાત રમખાણના ચહેરા અશોક પરમાર અને અન્સારીની વધુ એક મુલાકાત, ‘એકતા ચંપલ’ની દુકાનનું ઉદ્ધાટન

|

Sep 07, 2019 | 11:33 AM

માથા પર કેસરી કપડુ બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી 2002ના ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા. ત્યારે શુક્રવારે અશોક પરમારના ફૂટવેર શોપ ‘એકતા ચંપલ’નું અન્સારીએ ઉદ્ઘાટન કર્યુ. 2014માં તેમની મિત્રતા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત બંને સાંપ્રદાયિક સુમેળના કાર્યક્રમના મંચ પર સાથે આવ્યા હતા. 17 વર્ષ […]

VIDEO: ગુજરાત રમખાણના ચહેરા અશોક પરમાર અને અન્સારીની વધુ એક મુલાકાત, એકતા ચંપલની દુકાનનું ઉદ્ધાટન

Follow us on

માથા પર કેસરી કપડુ બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી 2002ના ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા. ત્યારે શુક્રવારે અશોક પરમારના ફૂટવેર શોપ ‘એકતા ચંપલ’નું અન્સારીએ ઉદ્ઘાટન કર્યુ. 2014માં તેમની મિત્રતા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત બંને સાંપ્રદાયિક સુમેળના કાર્યક્રમના મંચ પર સાથે આવ્યા હતા.

17 વર્ષ પહેલા 45 વર્ષીય અશોક પરમારનો ચેહરો 2002ના ગુજરાત રમખાણોનું પ્રતીક બની ગયો હતો. તે સમયે માથા પર કેસરી કપડુ બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમારની તોફાનોની ભયાનકતા કહેવા માટે અશોક પરમારની આંખો પૂરતી હતી. તે જ સમયે, કુતુબુદ્દીન અન્સારીની રડતી આંખો અને હાથ જોડીને જોઈને બધા કંપી ઉઠ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શુક્રવારે દિલ્હી દરવાજાના વિસ્તારમાં અશોક પરમારની નવી દુકાન પર આ બંને ચેહરા હસતા જોવા મળ્યા હતા. અશોક પરમાર મોચી છે. જ્યારે તે 10માં ધોરણમાં હતા, ત્યારે તેમને પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ તેમને પિતાના વ્યવસાયને જાળવી રાખવા માટે સ્કુલ છોડવી પડી હતી. તે અવિવાહિત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2014ની ચૂંટણી પહેલા કેરળના કાલિમ સિદ્દીકીએ તેમને તેમના રાજ્યમાં CPM પાર્ટીના પ્રચાર માટે લઈ ગયા, ત્યારે અશોક પરમારનું જીવન બદલાઈ ગયું. CPMના નેતા પી.જયરાજને તેમની આર્થિક મદદ કરવાની શરૂ અને તેમને નોકરી આપવાની ઓફર પણ કરી, જેનો અશોક પરમારે અસ્વીકાર કરી દીધો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અશોક પરમારે કહ્યું કે મે નક્કી કર્યુ કે કેરળ ના જવુ જોઈએ કારણ કે ભાષા એક મોટી સમસ્યા હતી. અશોક પરમારે અન્સારીના સંઘર્ષો વિશે પણ જાણ હતી. જ્યારે તે બંગાળમાં CPM નેતા મોહમ્મદ સલીમના સહયોગથી પરિવારની સાથે ઘણા દિવસ કોલકત્તા રહેવા ગયા હતા પણ તેમને સારૂ ના લાગ્યુ અને ઘણા વર્ષો પછી પરિવારની સાથે તેમને અમદાવાદ પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો, હાલમાં અન્સારી એક સિલાઈ કામ કરે છે.

અશોક પરમાર અને અન્સારી વર્ષોથી એક-બીજાના સંપર્કમાં છે. શુક્રવારે જ્યારે બંને મિત્રો ફરી મળ્યા તો ઘણી જુની વાતો યાદ કરી હતી. ત્યારે અન્સારીએ કહ્યું કે હું ખુબ ખુશ છુ કે અશોકભાઈના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. બંને લોકો 2002ના રમખાણોથી કોઈ પણ પ્રકારે જોડાયેલા નહતા. બંનેનું માનવું છે કે 2002ની ભયાનકતા ભૂલી જવુ વધુ સારું છે. પરમાર કહે છે કે આગળ વધવાનો એકમાત્ર વિકલ્પ ‘એકતા’ છે.

Next Article