ગુજરાતના શ્રેષ્ઠ ગામે ફરી અપનાવ્યુ લોકડાઉન, કોરોનાની દવા નથી ત્યારે અંતર જાળવવા લોકડાઉન જ વિકલ્પ

|

Sep 20, 2020 | 4:17 PM

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ત્રણ તાલુકા મથકે લોકડાઉન જાહેર કર્યુ છે. તો સાબરકાંઠાના અન્ય બે તાલુકા મથકે આંશિક રીતે લોકડાઉન જાહેર કર્યુ છે. સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક બાદ ગ્રામ્ય વિસ્તારો પણ લોકડાઉન અપનાવી રહ્યાં છે.  ગુજરાતના શ્રેષ્ઠ ગામમાં જેનો મોખરાનું સ્થાન છે તે, પુંસરીએ કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે આગોતરુ આયોજન કર્યું છે. પુંસરી […]

ગુજરાતના શ્રેષ્ઠ ગામે ફરી અપનાવ્યુ લોકડાઉન, કોરોનાની દવા નથી ત્યારે અંતર જાળવવા લોકડાઉન જ વિકલ્પ

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ત્રણ તાલુકા મથકે લોકડાઉન જાહેર કર્યુ છે. તો સાબરકાંઠાના અન્ય બે તાલુકા મથકે આંશિક રીતે લોકડાઉન જાહેર કર્યુ છે. સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક બાદ ગ્રામ્ય વિસ્તારો પણ લોકડાઉન અપનાવી રહ્યાં છે.  ગુજરાતના શ્રેષ્ઠ ગામમાં જેનો મોખરાનું સ્થાન છે તે, પુંસરીએ કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે આગોતરુ આયોજન કર્યું છે. પુંસરી ગામે સ્વયંભુ લોકડાઉન સ્વીકારીને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે,  સોશિયલ ડીસ્ટન્સનો એકમાત્ર ઉકેલ લોકડાઉન જ છે.

કોરોના કાળ દરમ્યાન થી અત્યાર સુધી ગામમાં 14 જેટલા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલમાં 06 કેસ એક્ટીવ છે. જોકે ગામના લોકોએ હવે કોરોના વધુ વકરે એ પહેલા જ ગામના લોકોએ સ્વંયભુ જ લોકડાઉન અપનાવી લેવા માટે નિર્ણય કર્યો છે. ગામના આગેવાનો અને લોકોએ પણ જેને અમલ કરવા સમર્થન કરતા ચુસ્ત લોકડાઉન શરુ કરવામાં આવ્યુ છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ગામના પુર્વ સરપંચ અને ગામને શ્રેષ્ઠ ગામ બનાવી એવોર્ડ વિજેતા કરનારા યુવાન હિમાંશુ પટેલ કહે છે કે, દવા નથી ત્યાં સુધી સોશીયલ ડીસ્ટન્સીંગ અને લોકો સાથે નો સંપર્ક ટાળવો એ જ હાલ તો ઉપાય છે. વડાપ્રધાન મોદીની વારંવારની આ સલાહને અનુસરીને અમે ગામના લોકોને હાલમાં સંક્રમણના ખતરાને ટાળવા આ પ્રયાસ કરાયો છે. લોકો આ અંગે પંચાયત અને આગેવાનો દ્રારા  જાહેર કરેલ તમામ  સલાહ સુચનને અનુસરે છે. અમે ગામના લગભગ તમામ લોકોને રેપીડ ટેસ્ટ કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ

પુંસરી ગામ આમ તો તમામ રીતે આદર્શ માનવામાં આવી રહ્યુ છે. અનેક ગામડાઓ પણ પુંસરી ગામને અનુસરી રહ્યા છે અને તેના માફક વિકાસ કરવા માટે પ્રયાસ કરે છે. પરંતુ હાલમાં કોરોના કાળામાં આ ગંભીર મહામારીને નાથવા માટે કોઇ દવા નો વિકલ્પ નહી હોવાને લઇને માત્ર લોકડાઉન અને ઓછો સંપર્ક એ જ ઉપાય હોવા સ્વરુપ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પુંસરી ગામે હવે ગામને સંપુર્ણ લોકડાઉન કરી દીધુ છે. ગામના લોકો પણ ગામમાં અવરજવર કરવા પર હવે બંધન પાળી લીધુ છે. ગામ પંચાયત દ્રારા આ માટે નિર્ણય લેવામા આવ્યો હતો અને તે માટે ગામના લોકોના મંતવ્ય પણ પંચાયત દ્રારા લેવામાં આવ્યા હતા.

પુંસરી ગ્રામ પંચાયતના સરપંચ સુનંદાબેન પટેલ કહે છે કે, અમે લોકોએ ગામના લોકો સાથે મળીને લોકડાઉન કરવા અંગે મત લીધો હતો અને જેના ભાગરુપે હવે ગામને લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે.

ગામના લોકોએ તો લોકડાઉન પાળીને પોત પોતાના ઘરના ઉંબના નહી ઓળંગવા માટે મન બનાવી લઇને જાણે કે, હરેક રીતે આદર્શ પુંસરી હવે રોગચાળાને નાથવા માટેના ઉપાયોમાં પણ આદર્શ ગાઇડલાઇન્સ દ્રારા પણ ઉદાહરણી બની રહેવા રુપ પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃગીરનાર રોપવે તૈયાર, ઓસ્ટ્રેલિયાથી આવેલ ટીમ કરશે ટ્રાયલ, 9 નવેમ્બરે નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરે તેવી શક્યતા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article