Ahmedabad માં રોગચાળો વકર્યો, કોર્પોરેશને અનેક એકમોને નોટિસ આપી 25 લાખ દંડ વસુલ્યો

|

Aug 02, 2021 | 7:48 PM

શહેરમાં 1572 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1040ને નોટિસ અપાઈ. તેમજ 25 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે.

Ahmedabad માં રોગચાળો વકર્યો, કોર્પોરેશને અનેક એકમોને નોટિસ આપી 25 લાખ દંડ વસુલ્યો
Epidemic broke out in Ahmedabad (File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad ) શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો(Epidemic)  માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો વકર્યો છે. જેના લીધે તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશનના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં એક સપ્તાહમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 1572 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1040ને નોટિસ અપાઈ. તેમજ 25 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 1.31 લાખ ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો.

જો આંકડા પ્રમાણે રોગચાળા પર નજર કરીએ તો…

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 202 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 120 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના 2019માં 204. 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 13 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 10 કેસ નોંધાયા.

ડેન્ગ્યુના 2019માં 4547. 2020માં 432 અને 2021માં અત્યાર સુધી 140 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 72 કેસ નોંધાયા.
ચિકનગુનિયા 2019માં 183. 2020માં 923 અને 2021માં અત્યાર સુધી 162 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 34 કેસ નોંધાયા.

તો પાણીજન્ય રોગચાળામાં જોઈએ તો…

ઝાડા ઉલટીના 2019માં 7161. 2020માં 2072 અને 2021માં અત્યાર સુધી 1955 કેસ નોંધાયા તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 659 કેસ નોંધાયા.
કમળાના 2019માં 2922. 2020માં 664 અને 2021માં અત્યાર સુધી 601 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 177 કેસ નોંધાયા.
ટાઈફોઈડના 2019માં 5267. 2020માં 1338 અને 2021માં અત્યાર સુધી 967 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 164 કેસ નોંધાયા.
કોલેરાના 2019માં 93 અને 2021 માં અત્યાર સુધી 59 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે amc દ્વારા જરૂરી સેમ્પલ પણ લેવામાં આવે છે. જેમાં 2020 દરમિયાન 50 હજાર લોહીના સેમ્પલ સામે 2021માં 31 જુલાઈ સુધી 1 લાખ સેમ્પલ લેવાયા. તો 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 31 જુલાઇ સુધી 1934 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અને તો માસ પ્રમાણે જોઈએ તો મચ્છર જન્ય રોગમાં સાદા મલેરિયા જુલાઈ 2019માં 857. જુલાઈ 2020માં 44 અને 2021 જુલાઈમાં 120 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના જુલાઈ 2019માં 20. જુલાઈ 2020માં 1 અને 2021 જુલાઈમાં 10 કેસ નોંધાયા.
ડેન્ગ્યુના જુલાઈ 2019માં 137. જુલાઈ 2020માં 22 અને 2021 જુલાઈમાં 72 કેસ નોંધાયા.
ચિકનગુનિયાના જુલાઈ 2019માં 18. જુલાઈ 2020માં 3 અને 2021 જુલાઈમાં 34 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના જુલાઈ 2019માં 911. જુલાઈ 2020માં 63 અને 2021 જુલાઈમાં 659 કેસ નોંધાયા.
કમળોના જુલાઈ 2019માં 453. જુલાઈ 2020માં 25 અને 2021 જુલાઈમાં 177 કેસ નોંધાયા.
ટાઈફોઈડના જુલાઈ 2019માં 639. જુલાઈ 2020માં 64 અને 2021 જુલાઈમાં 165 કેસ નોંધાયા.
કોલેરાના જુલાઈ 2019માં 11. જુલાઈ 2020માં 0 અને 2021 અત્યાર સુધી 59 કેસ નોંધાયા.

ત્યારે જરૂરી છે કે શહેર રોગચાળાના ભરડામા આવે તે પહેલાં કોર્પોરેશન જરૂરી તમામ કામ પર ધ્યાન આપવું જોઇએ. જેમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે તેની કામગીરી કરવાની જરુર છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં પીવાના અશુદ્ધ પાણીના લીધે લોકો માંદગીમાં ધકેલાઇ રહ્યા છે. તેથી કોર્પોરેશન આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરીને શહેરીજનોએ રોગચાળાના ભરડામાંથી મુક્ત કરાવવાની જરૂર છે.

આ પણ વાંચો : Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?

આ પણ વાંચો :  IGNOUએ જુલાઇ સત્રમાં પ્રવેશ અને રી-રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ લંબાવી, આ રીતે કરો અરજી

Published On - 7:43 pm, Mon, 2 August 21

Next Article