Environment Day: નિવૃત્ત શિક્ષક 38 વર્ષથી વૃક્ષ ઉછેરવા અને પર્યાવરણ જાળવણી માટે નિયમીત કરે છે આ કામ

|

Jun 05, 2021 | 4:26 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના અંતરીયાળા વિસ્તારમાં એક એવી વ્યક્તિ છે કે, જે દરરોજ નિયમીત પર્યાવરણની જાગૃતિની પ્રેરણા આપે છે. આ માટે તે રોજેરોજ પોસ્ટ કાર્ડ (Post Card) લખીને પર્યાવરણ માટે લોકોને જાગૃત કરે છે.

Environment Day: નિવૃત્ત શિક્ષક 38 વર્ષથી વૃક્ષ ઉછેરવા અને પર્યાવરણ જાળવણી માટે નિયમીત કરે છે આ કામ
Rambhai Charan

Follow us on

આમ તો આજે એક દિવસ માટે પર્યાવરણ (Environment) ને લઇને યાદ કરવામાં આવશે, અને આવતીકાલે ઘણાંખરાં લોકો ભૂલી જશે. એવા પણ લોકો છે, કે જેમના દિલ અને દિમાગમાં સદાય પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને સભાનતા જળવાઇ રહે છે. સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના અંતરીયાળા વિસ્તારમાં એક એવી વ્યક્તિ છે કે, જે દરરોજ નિયમીત પર્યાવરણની જાગૃતિની પ્રેરણા આપે છે. આ માટે તે રોજે રોજ પોસ્ટ કાર્ડ (Post Card) લખીને પર્યાવરણ માટે લોકોને જાગૃત કરે છે.

વર્ષ 1982 થી ઇડર તાલુકાના કુવાવાવ ગામના રામભાઇ ચારણ પર્યાવરણની જાગૃતી માટે પત્રો લખે છે. પર્યાવરણ પ્રેમી રામભાઇ (Rambhai Charan) શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓને હતું કે, શાળામાં બાળકોને તો શિક્ષણ સાથે પર્યાવરણના પ્રેમ માટે પ્રેરીશ. પરંતુ બાળકોની સંખ્યા મર્યાદીત છે, આમ પર્યાવરણ ને જાળવવા પોતાના વિચારો પ્રસરી નહી શકે. આથી તેઓએ પોસ્ટ કાર્ડ લખવાની શરુઆત કરી. તેઓએ દરરોજ આઠથી દસ લોકોને પત્રો લખવા શરુ કર્યા.

તેઓ પત્રમાં તેઓ સામેના વ્યક્તિને પરીવારમાં નવા સભ્યના આગમનની યાદગીરી રુપ વૃક્ષ વાવવા માટે પ્રેરણા આપી. તો પરીવારમાંથી સ્વજન ગુમાવવા દરમ્યાન પણ વૃક્ષ વાવણી કરવા માટે પત્ર લખી પ્રેરણા આપતા. આવુ તેઓ જેમના પણ વિશે સમાચાર પરિચીત કે અપરિચીત લોકોના જાણે એટલે તુરત પત્રની યાદીમાં સમાવી લેતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Rambhai Charan

આમ કરતા તેઓએ છેલ્લા 38 વર્ષમાં 60 હજારથી વધુ પત્રો લખ્યા છે. જે માટે તેઓ સતત નામ અને સરનામાં શોધતા રહેતા હતા. આ ઉપરાંત અખબારોમાં જોવા મળતા સારા નરસા પ્રસંગોના વિજ્ઞાપનોમાંથી નામ સરનામાં મેળવીને તેમને પણ પત્ર પાઠવતા. સ્વહસ્ત લીખીત પત્ર લખી તેઓ માત્ર એક વૃક્ષ વાવવા માટેની વિનવણી કરતા. તેઓનુ માનવુ છે કે, તેમની વિનંતીના 100 પોસ્ટ કાર્ડે એક વૃક્ષ વવાય તો પણ ઘણું હશે. કારણ કે એ વૃક્ષ જ અન્ય ને પ્રેરણાં આપશે, અને જતનની વાત આગળ વધશે.

ઐતિહાસીક વારસો ઇડરીયા ગઢને બચાવવા પત્રો લખશે

રાજ્યમાં મોટા ભાગની ગ્રામ પંચાયતોને પણ પત્ર લખીને ગામમાં એક વડ નુ વૃક્ષ વાવણી કરવાની વિનંતી કરી છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને દેશના વટવૃક્ષ માનીને તેઓએ તેમના યાદગીરી રુપ વડ ઉછેરવા પત્ર લખ્યા હતા. હવે તેઓ ઇડરીયો ગઢ (Idar Gadh) બચાવવાના અભિયાનને મદદ કરવા માટે 10 હજાર પત્રો લખશે. પ્રસિદ્ધ ઐતિહાસિક વારસો ખનન થતા જિલ્લાના લોકોની લાગણીઓ દુભાઇ રહી છે.

Next Article