‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ સુધી દેશભરમાંથી ચાલશે 8 ટ્રેન, PM મોદી રવિવારે દેખાડશે લીલી ઝંડી

ગુજરાતના સરદાર સરોવર બંધ સ્થિત કેવડીયા ગામ સુધી પહોંચવું હવે સરળ બની જશે. જેમાં આ ગામમાં જ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'Statue Of Unity' સ્થિત છે.

'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' સુધી દેશભરમાંથી ચાલશે 8 ટ્રેન, PM મોદી રવિવારે દેખાડશે લીલી ઝંડી

ગુજરાતના સરદાર સરોવર બંધ સ્થિત કેવડીયા ગામ સુધી પહોંચવું હવે સરળ બની જશે. જેમાં આ ગામમાં જ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘Statue Of Unity’ સ્થિત છે. આ ગામ સુધી રેલવેલાઈન પહોંચી ચૂકી છે. જેનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગ્યે પીએમ મોદી કરશે. તેની સાથે જ વારાણસી સહિત દેશના અન્ય સ્થળોથી પણ કેવડીયા સુધી ચાલનારી 8 ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.

 

પીએમઓના જણાવ્યા અનુસાર પીએમ મોદી 17 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેવડીયાને જોડતી આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાડશે. આ ટ્રેનો ‘Statue Of Unity’ સુધી દેશના દરેક ખૂણાને જોડશે. પીએમ મોદી આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતમાં રેલવેના અનેક પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. આ અવસરે ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે.

 

પીએમ મોદી આ દરમ્યાન ડભોઈથી ચાણોદ વચ્ચે ગેજ પરિવર્તન બાદ બ્રોડગેજ લાઈનનું પણ લોકાર્પણ કરશે. તેની સાથે ચાણોદ-કેવડીયા નવી બ્રોડગેજ લાઈન, નવી ઈલેક્ટ્રિક પ્રતાપ નગર-કેવડીયા અને ડભોઈ, ચાણોદ અને કેવડીયાના નવા સ્ટેશન કોમ્પલેક્ષને પણ ખુલ્લુ મૂકશે. આ સ્ટેશન કોમ્પલેક્ષમાં સ્થાનિક વિશેષતાઓ અને આધુનિક યાત્રી સુવિધા પણ સામેલ છે. તેની ડિઝાઈન પણ આકર્ષક બનાવવામાં આવી છે. જ્યારે કેવડીયા રેલવે સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશનવાળું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.

 

સરકારનું કહેવું છે કે આ પરિયોજનાને પગલે આસપાસના વિસ્તારના વિકાસને ગતિ મળશે. નર્મદા નદીના કિનારે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થાનો સાથે સંપર્ક વધશે. તેમજ સ્થાનિક અને વિદેશી પર્યટકોનો પણ વધારો થશે. તેમજ નવા રોજગાર સર્જન પણ કરશે.

 

પીએમ મોદી આ ટ્રેનોને આપશે લીલી ઝંડી

1- 09103/04 કેવડિયા-વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક)

2-02927/28 દાદર-કેવડિયા-દાદર  (દાદર  કેવડિયા એક્સપ્રેસ)  (દૈનિક)

3-09247 / 48 અમદાવાદ-કેવડિયા (જનશતાબ્દી એક્સપ્રેસ)  (દૈનિક)

4-09145 / 46 કેવડિયા –  હઝરત નિઝામુદ્દીન ( હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ)  (સપ્તાહમાં  2 દિવસ)

5-09105 / 06 કેવડિયા –  રેવા  ( કેવડિયા રેવા એક્સપ્રેસ ) (સાપ્તાહિક)

6-09119 / 20 ચેન્નાઇ –  કેવડિયા ( ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ)  (સાપ્તાહિક)

7-09107 / 08 પ્રતાપનગર –  કેવડિયા (  મેમુ ટ્રેન)  (દૈનિક)

8 09109/10 કેવડિયા – પ્રતાપનગર  ( મેમુ ટ્રેન )    (દૈનિક)

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ધનંજય મુંડે પરના બળાત્કારના આરોપો પર અનિલ દેશમુખે કહ્યું ‘નિષ્પક્ષ તપાસ થશે, કાયદાથી ઉપર કોઈ નથી’

Click on your DTH Provider to Add TV9 Gujarati