Education: જાણો LAWની ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા કઈ તારીખ સુધી થઈ શકશે રજિસ્ટ્રેશન?

Education News: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા એલએલબીના (LLB) 2,4,6  તેમજ ઈન્ટીગ્રેટેડ લોની 2,4,6,8, સેમિસ્ટરની પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવ્યા છે.

Education: જાણો LAWની ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા કઈ તારીખ સુધી થઈ શકશે રજિસ્ટ્રેશન?
ગુજરાત યુનિવર્સિટી (ફાઈલ ફોટો)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:32 PM

Education News: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા એલએલબીના (LLB) 2,4,6  તેમજ ઈન્ટીગ્રેટેડ લોની 2,4,6,8, સેમિસ્ટરની પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવ્યા છે. ઓનલાઈન પરીક્ષાના વિકલ્પની પસંદગી માટે વિદ્યાર્થીઓ 19 જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.આપને જણાવી દઈએ ક જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ નહીં કરે તે વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપવી પડશે.

વિદ્યાર્થીઓ https://register.guexams.com/ પર પોતાના એનરોલમેન્ટ નંબર દ્વારા ઓનલાઈન વિકલ્પની પસંદગી કરી શકશે.એકવાર વિકલ્પ પસંદગી કર્યા બાદ બદલી શકાશે નહીં .ફાઈનલ પરીક્ષા પહેલા મોક ટેસ્ટ લેવાશે, જે વિદ્યાર્થીઓએ ફરજિયાત આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષાઓ તારીખ 6 જુલાઈથી શરુ થશે અને ત્યારબાદ ઓફલાઈન પરીક્ષાઓ શરુ થશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઓનલાઈન પરીક્ષાનું માળખું એમસીક્યુનું રહેશે. વિદ્યાર્થીઓને 50 માર્કસના 50 એમસીક્યુ આપવામાં આવશે એક એમસીક્યુનો એક માર્કસ રહેશે. આપને જણાવી દઈએ કે એક પ્રશ્નના જવાબ માટે વિદ્યાર્થીઓને એક મિનિટ આપવામાં આવશે અને ત્યારબાદ પ્રશ્ન સ્ક્રીન પરથી દેખાતો બંધ થઈ જશે. સમય પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ આપેલા જવાબો આપોઆપ સેવ થઈ જશે.  ખોટા જવાબ માટે કોઈ નેગેટીવ માર્કિંગ રહેશે નહીં.

મહત્વપૂર્ણ છે કે ફ્રન્ટ કેમેરા સાથેનો સ્માર્ટફોન, વેબકેમ સાથેનું લેપટોપ, વેબકેમ સાથેના ડેસ્કટોપ થકી વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શકશે. પરીક્ષા ચાલુ થયાના 20 મિનિટ પહેલા વિદ્યાર્થીએ લોગઈન કરવાનું રહેશે. પરીક્ષા શરુ થયા બાદ એક કલાક સુધી વિદ્યાર્થી સ્ક્રીનથી દૂર જઈ શકશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કોઈ ફોન કૉલ કે કોઈ અન્ય નોટિફિકેશન એકસેપ્ટ કે રીસિવ કરશે તો તેને ગેરવર્તૂણક માનવામાં આવશે.

પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ લૉ અભ્યાસક્રમ માટે અને ત્રણ વર્ષના એલએલબી બંને માટે 50 માર્કસની જ પરીક્ષા રહેશે. પરંતુ ઈન્ટિગ્રેટેડ લૉમાં વિદ્યાર્થીએ મેળેવેલ ગુણને 70માંથી  અને રેગ્યુલર એલએલબીમાં 100માંથી મેળવેલ ગુણ તરીકે પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો: Gandhinagar: DPS સ્કૂલની દાદાગીરી, ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના ઓનલાઇન કલાસ બંધ કર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">