GUJCET-2021 : પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી થઇ શકશે રજીસ્ટ્રેશન ?

GUJCET-2021 : ગુજકેટ-2021ની પરિક્ષાનું એડમિટ કાર્ડ  ઓગષ્ટના પહેલા અઠવાડિયમાં ઉપલબ્ધ થશે જ્યારે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં ગુજકેટ-2021ની પરીક્ષા લેવાશે.

GUJCET-2021 :  પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી થઇ શકશે રજીસ્ટ્રેશન ?
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 1:11 PM

GUJCET-2021 :  એન્જીનિયરિંગ તેમજ ફાર્મસીમાં એડમિશન માટે  ગુજરાત રાજ્ય દ્વારા રાજ્ય કક્ષાએ GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ) લેવામાં આવે છે. આપને જણાવી દઇએ કે કોરોનાના કારણે આ વર્ષે ગુજકેટ-2021ની  પરીક્ષા મોડી લેવાનાર છે. ત્યારે હવે ગુજકેટ-2021ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 4 જુલાઇ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે પહેલા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી અને 24 તારીખથી રજિસ્ટ્રેશ શરુ થયા હતા, પરંતુ હવે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઇ છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુલ 1 લાખ ફોર્મ ભરાયા છે. આપને જણાવી દઇએ કે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડમાં રજૂઆત કરાઇ હતી કે તેમનું રજિસ્ટ્રેશન બાકી રહી ગયુ છે જેથી કરીને બોર્ડે રજિસ્ટ્રેશનની તારીખ વધારી 4 જુલાઇ સુધી કરી દીધી છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે કુલ 1.34 લાખથી વધુ ફોર્મ ભરાયા છે.  પરીક્ષા અંગેની વધારે વિગતો www.gseb.org પરથી જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે ગુજકેટ-2021ની પરિક્ષાનું એડમિટ કાર્ડ  ઓગષ્ટના પહેલા અઠવાડિયમાં ઉપલબ્ધ થશે જ્યારે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં ગુજકેટ-2021ની પરીક્ષા લેવાશે. આપને જણાવી દઇએ ફોર્મ ફી 300 રુપિયા છે. પરીક્ષા માટેની ફી ઓનલાઇન મોડથી ભરવાની છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગુજકેટ-2021ના ફોર્મ ભરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરુરી છે. જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ સાથે જ રેસિડેન્શિયલ ડોક્યુમેન્ટ તદુપરાંત ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ. પાસપોર્ટ સાઇઝનો સ્કેન ફોટો. એક ચોક્કસ ફોર્મેટમાં સહી, તેમજ ફોટો આઈડી પ્રુફ સાથે રાખવાનું રહેશે.

આપને જણાવી દઇએ કે ગુજકેટમાં ક્વોલિફાઇ થયેલા વિદ્યાર્થીઓ ફાર્મસી કે એન્જિનિયરિંગમાં કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લઇ શકે છે. એડમિશન ગુજકેટ સ્કોર તેમજ ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના આધારે આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">