Breaking News: રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં 2 કલાકમાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા, શાળાઓમાં રજા જાહેર
ઉપલેટા અને ધોરાજીમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. સવારે 6.19 વાગે 3.8 તીવ્રતાનો, 8.21 વાગે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. સવારે 6.19 વાગે 3.8 તીવ્રતાનો, 8.21 વાગે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જે બાદ ફરી ત્રીજો આંચકો સવારે 8.34 વાગે 3.2ની તીવ્રતાનો આવ્યો હતો. આમ માત્ર 2 કલાકમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકો જીવ બચાવવા ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
2 કલાકમાં ત્રણવાર અનુભવાયો ભૂકંપ
મળતી માહિતી મુજબ ગઈકાલે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિમી દૂર નોંધાયું છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસથી આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાય રહ્યા છે. ત્યારે સતત ભૂકંપના આંચકાને કારણે ધોરાજીના શાળા સંચાલકોનો અનેક ખાનગી શાળાઓએ આજે રજા જાહેર કરી દીધી છે. સલામતીના ભાગરૂપે શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સવારે શાળાએ ગયેલા બાળકોને પણ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે આવ્યા ભૂકંપના આચંકા
વહેલી સવારે 6 વાગીને 19 મિનિટે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર ઉપલેટાથી લગભગ 28 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. આ બાદ સવારે 6.55 મિનિટે અને ત્યારબાદ 6.58 મિનિટે ફરી બે નાનાં આંચકાઓ અનુભવાયા હતા. સતત ત્રણ આંચકા લાગતા લોકો ભયભીત થઈ પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા.
આ ભૂકંપના આંચકાઓ માત્ર ઉપલેટામાં જ નહીં પરંતુ જેતલસર, પેઢલા, સરધારપુર, નાની પરબડી તેમજ મોટી પરબડી સહિત આસપાસના અનેક ગામોમાં પણ અનુભવાયા હતા. વહેલી સવારમાં એક પછી એક ભૂકંપના આંચકાઓ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું માહોલ છવાઈ ગયો હતો.
ગઈકાલે પણ અનુભવાયા આંચકા
આ સિવાય ગઈકાલે રાત્રે 8 વાગીને 43 મિનિટે પણ વિસ્તારમાં કેટલાક સ્થળોએ ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં સાંત્વનાની વાત એ છે કે આ તમામ ભૂકંપી પ્રવૃત્તિ દરમિયાન કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
