વાતાવરણમાં બદલાવના લીધે આ વખતે તમને કેરી મોડી ખાવા મળશે, ભાવમાં પણ થશે વધારો

|

Mar 14, 2019 | 11:42 AM

બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતની કેરીઓની દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે વાતાવરણની પ્રતિકુળતાના કારણે ચાલુ વર્ષે પાકનો ઓછો ઉતાર અને મોડુ ફલીકરણની પ્રક્રિયાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે કેરી રસિયાઓને વધુ મોંઘા ભાવે કેરીની ખરીદી કરવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. નવસારી અને વલસાડની કેસર કેરી કેરી રસિયાઓ માટે અનેરા સ્વાદની ગરજ […]

વાતાવરણમાં બદલાવના લીધે આ વખતે તમને કેરી મોડી ખાવા મળશે, ભાવમાં પણ થશે વધારો

Follow us on

બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતની કેરીઓની દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે વાતાવરણની પ્રતિકુળતાના કારણે ચાલુ વર્ષે પાકનો ઓછો ઉતાર અને મોડુ ફલીકરણની પ્રક્રિયાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે કેરી રસિયાઓને વધુ મોંઘા ભાવે કેરીની ખરીદી કરવી પડે તેવા સંજોગો ઊભા થયા છે.

નવસારી અને વલસાડની કેસર કેરી કેરી રસિયાઓ માટે અનેરા સ્વાદની ગરજ સારે છે. શિયાળાની શરુઆતમા કેરીના પાક માટે અનુકુળ વાતાવરણના કારણે મોરની મજબુત સ્થિતિ ઊભી થઈ હતી ત્યારબાદ અચાનક હવામાનમાં પલટો આવવાના કારણે કેરીના ફળ બેસવાની કુદરતી સાયકલ ખોરવાઈ ગઈ હતી. હાલમાં સમગ્ર વાડી પંથકમાં કેરીનો માત્ર 30 કે 40 ટકા જ પાક ઉતર્યો છે. જેને બચાવવા માટે પણ દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે. દર વર્ષ કરતાં મોડી કેરીની સીઝન પણ આવે તેવી હાલની સ્થિતિ ખેડૂતો માટે અકળાવનારી બની છે.

TV9 Gujarati

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

એક તરફ કેરીનો ઓછો પાક અને બજારમાં કેરી મોડી આવવાની સ્થિતિને કારણે સમગ્ર ખેડૂતો ચિંતાતુર બન્યા છે સાથે હાફુસ અને કેસર કેરીના ભાવો 600 થી 800 રુપિયા મણ રહેવાની શક્યતાઓ છે. વેપારીઓ પણ વેચાણ માટે કેરી શોધી રહ્યા છે પરંતુ કેરી મળતી નથી. મોડી કેરી આવવાના કારણે ભાવોમાં વધઘટ થવાની શક્યતાઓને પગલે વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

કેરીમાં જીવાતના કારણે મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડે છે. તે ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોની આખા વર્ષની આશા પર પાણી ફરી વળે તેવી શક્યાતો જોવા મળી રહી છે. દર વર્ષે એપ્રિલ માસના મધ્યભાગમાં પરિપક્વ કેરીઓ બજારમાં આવી જતી હોય છે. પરંતુ વાતાવરણમાં બદલાવના કારણે કેરીનો પાક 1 થી દોઢ માસ મોડો બજારમાં આવવાની શક્યતાઓ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article